તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રસ્ટનો નિર્ણય:કોરોના સંક્રમણ વધતા અમરેલીના લાઠીમાં ભુરખીયા મંદિરમા આજથી રાત્રી રોકાણ બંધ

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમા કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. અમરેલી જિલ્લામા કોરોના સંક્રમણ વધવાના કારણે સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા મંદિરો પણ હવે ફરી સતર્ક થઈ રહ્યા છે. લાઠી નજીકના ભુરખીયા હનુમાન મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં આજથી રાત્રી રોકાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લાઠી નજીક આવેલા ભુરખીયા હનુમાન મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા મહત્વની બેઠક યોજી કોરોના સંક્રમણ વધવાના કારણે સર્ચા વિચારણા કર્યા બાદ આજે મહત્વનો એક નિર્ણય લીધો છે. અહીં સોશ્યલ ડિસ્ટન્સ માસ્ક સાથે દર્શન કરવા અને સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરવો સાથે સાથે કોરોના ગાઈડ લાઈનનો સંપૂર્ણપણે આવતા દર્શનાર્થીઓએ પાલન કરવા જણાવાયું છે.

નોંધનીય છેકે, દર શનિવારે રાત્રીના સમયે 200 ઉપરાંત દર્શનાર્થીઓ અહીં રાત્રી રોકાણ કરતા હતા. જોકે આજથી રાત્રી રોકાણ વ્યવસ્થા બંધ કરાય જેથી હવે અહીં કોઈ રાત્રી રોકાણ નહીં કરી શકે. કોરોના ફરી કંટ્રોલમા ન આવે ત્યા સુધી અહીંયા ભુરખીયા હનુમાન મંદિરમા રાત્રી રોકાણ બંધ રાખવા ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લેવાયો છે.

સૌરાષ્ટ્રમા સૌથી મોટુ આસ્થાનું કેન્દ્ર ભુરખીયા હનુમાન મંદિરસૌરાષ્ટ્રમા ભુરખીયા હનુમાન મંદિર એક આસ્થાનુ કેન્દ્ર છે. અહીં ગુજરાત ભરમાંથી લોકો ભુરખીયા હનુમાન મંદિરના દર્શન કરવા આવે છે અને અમરેલી જિલ્લાના લોકો તો વાંરવાર પગપાળા પણ દર્શન કરવા જાય છે. જેથી અહીં ભીડ વધતી હતી. જેના કારણે હાલના વાતાવરણના કારણે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો