સમીક્ષા બેઠક:રાજુલા વિધાનસભા બેઠક ઉપર ભાજપના અપેક્ષિત લોકો સાથે પ્રદેશ સહપ્રભારીએ સમીક્ષા બેઠક યોજી

અમરેલી3 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર ગુજરાતમાં પ્રચાર પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તા આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યાં હતા. રાજુલા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત લોકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાજુલા- જાફરાબાદ-ખાંભા વિધાનસભા વિસ્તારના ભાજપના મહત્વના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તા દ્વારા જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી.
સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીની પ્રારંભની બેઠક છે જનતાના પ્રશ્નનો કેવી રીતે સારી રીતે નિરાકરણ કરી શકાય. અત્યારસુધી પ્રજાનો ખુબ પ્રેમ મળ્યો છે વધારે હજુ પણ પ્રયાસ કરીશું. સાવરકુંડલા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મહેશ કસવાળા જાહેર થયા બાદ સ્થાનીક બે પૂર્વ ધારાસભ્ય વલ્લભ વઘાસીયા અને કાળું વિરાણી દ્વારા 2 દિવસ પહેલા મિટિંગ બોલાવી હતી, જેમાં કાર્યકર્તાઓ દ્વારા બહારના ઉમેદવાર હોવાનો સુર ઉઠતા વિરોધ સર્જાયો હતો. આ મામલે સુધીર ગુપ્તાને પૂછતા એ સ્થાનીક પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવી જશે. એમ ગોળ ગોળ જવાબ આપી વાત પૂરી કરી દીધી હતી.
જિલ્લામાં 2017માં 5 બેઠક ભાજપે ગુમાવી હતી
અમરેલીમાં 2017ની ચૂંટણીમાં 5 બેઠક કોંગ્રેસના ફાળે આવતા ભાજપને સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ફટકો પડ્યો હતો. જેના કારણે ભાજપનું સંગઠન સૌથી વધુ સક્રિય થઈ કાર્યકર્તાને મજબૂત કરી બેઠકો કબજે કરવા માટેની કવાયત હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...