પ્રચાર ખતમ:આજે સ્ટાફ બુથ પર રવાના થશે, જિલ્લાની 393 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે તંત્ર સજ્જ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંવેદનશીલ બુથાે પર સઘન બંદાેબસ્ત : ગ્રામ્ય વિસ્તારમાં ઉમેદવારાેની ભારે હડીયાપાટી

19મી તારીખે અમરેલી જિલ્લાની 393 ગ્રામ પંચાયત માટે મતદાન યાેજાવા જઇ રહ્યું છે. ત્યારે આજે તેના 48 કલાક અગાઉ જાહેર પ્રચાર સમાપ્ત થયાે હતાે. હવે ઉમેદવારાેઅે અંતિમ ઘડીના મતદારાેને રીઝવવાના પ્રયાસાે કર્યા છે. આવતીકાલે સાંજે જુદાજુદા ડિસ્પેચીંગ સેન્ટર પરથી બુથ પરના સ્ટાફને રવાના કરવામા આવશે. ગ્રામ પંચાયતની ચુંટણી માટે અમરેલી જિલ્લાનુ તંત્ર સજ્જ છે. છેલ્લા અેક પખવાડીયાથી આ ચુંટણીને લઇને તંત્રમા અને ખાસ કરીને જયાં ચુંટણી યાેજાવાની છે તે ગામાેમા ભારે ચહલપહલ જાેવા મળી હતી. આમ તાે ચુંટણી લડવા માંગતા ઉમેદવારાેઅે છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેની તૈયારીઅાે શરૂ કરી દીધી હતી.

પરંતુ ફાેર્મ પરત ખેંચવાની મુદત વિત્યા બાદ બાકી બચી ગયેલા ઉમેદવારાેઅે બાદમા પ્રચાર માટે દાેડધામ કરી મુકી હતી. છેલ્લા કેટલાક દિવસાેથી ગ્રામ પંચાયત ચુંટણીમા પ્રચારનાે ભારે શાેરબકાેર જાેવા મળ્યાે હતાે. જાે કે અાજે અા જાહેર પ્રચારની સમાપ્તિ થઇ હતી. આમપણ માેટાભાગના ગામડામા વાેર્ડની ચુંટણી લડતા ઉમેદવારાે માઇક કે સભાઅાેના પ્રચારથી દુર રહ્યાં હતા. સરપંચ પદની ચુંટણી લડતા ઉમેદવારાેઅે મહદઅંશે આ પ્રકારે પ્રચાર જરૂર કર્યાે હતાે. પરંતુ આજે જાહેર પ્રચાર સમાપ્ત થતા જ હવે સભ્ય પદ તથા સરપંચ પદના ઉમેદવારાેઅે મતદારાેને રીઝવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસાે શરૂ કર્યા છે.

તાે બીજી તરફ વહિવટી તંત્ર દ્વારા મતદાનની તૈયારીઅાે શરૂ કરી દેવાઇ છે.અમરેલી જિલ્લામા યાેજાનારી 393 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી માટે જુદાજુદા 11 તાલુકામા 11 સ્થળેથી સ્ટાફને બુથ પર માેકલાશે. આવતીકાલે શનિવારે સાંજ પહેલા બુથ પર ફરજમા રાેકાયેલાે તમામ સ્ટાફ વિશેષ વાહનાે મારફત પાેત પાેતાના બુથ પર પહાેંચી જશે. જિલ્લામા પાંચ હજારથી વધુ કર્મચારીઅાેને મતદાન બુથ પર ફરજ સાેંપવામા આવશે. આવતીકાલે સવારથી ડિસ્પેચીંગ સેન્ટર પરથી આ સ્ટાફને જરૂરી ચુંટણી સાહિત્ય, મતપત્રકાે અને પેટીઅાે સાથે બુથ પર માેકલી દેવાશે. અને રવિવારે સવારથી સાંજ સુધી મતદાન યાેજાશે.

હવે સાેશ્યલ મિડીયા પર જાેરશાેરથી પ્રચાર
અામ તાે ગ્રામ પંચાયતની ચુંટણીમા વાેર્ડ અને સરપંચ પદના ઉમેદવારાે પાછલા ઘણા સમયથી સાેશ્યલ મિડીયા પર પ્રચાર કરી રહ્યાં છે. અને હવે અંતિમ 48 કલાકમા સાેશ્યલ મિડીયામા જાેરશાેરથી પ્રચાર શરૂ થયાે છે.

પાેલીસકર્મીઅાેને જે તે તાલુકામાં માેકલી દેવાયા
તંત્ર દ્વારા દરેક બુથ પર સઘન બંદાેબસ્તની વ્યવસ્થા કરાઇ છે. ખાસ કરીને સંવેદનશીલ બુથ પર વિશેષ બંદાેબસ્ત ગાેઠવવામા અાવશે. અા માટે રીઝર્વ પાેલીસ ફાેર્સને પણ કામે લગાડાઇ છે. અાજે અમરેલીમાથી રીઝર્વ પાેલીસ ફાેર્સના જવાનાેને જે તે તાલુકા મથક પર રવાના કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...