તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન:પાંજરાપોળને દાનમાં મળેલી જમીન પર સ્ટાફ ક્વાર્ટર બનશે

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં
  • પ્રતાપપરા, સાંગાડેરીના ખેડૂતે 22 વિઘા જમીન ગૌશાળાને આપી છે

અમરેલીની પાંજરાપોળ ગૌશાળાને પ્રતાપપરા અને સાંગાડેરીના દાતાઓ તરફથી 22 વિઘા જમીન દાનમાં મળી હતી. જેમાં અષાઢી બીજના દિવસે ગૌશાળાના કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ, અમરેલી પાંજરાપોળ ગૌશાળાને સ્વ ભાયલાલભાઇ રણછોડભાઇ સાવલીયા તરફથી પ્રતાપપરામાં 7 વિઘા જમીન અને માધાભાઇ જીવરાજભાઇ સુરાણી સાંગાડેરી તરફથી 15 વિઘા જમીન દાનમાં મળી હતી. જેમાં ગૌશાળાના કર્મીઓ માટે સ્ટાફ ક્વાર્ટનું ભૂમિ પૂજન કર્યું હતું.

અહીં ગૌશાળાના સંચાલક પરીખ ભાણજી વનમાળી પેઢીના દિલીપભાઈ પરીખની કામગીરીને ગૌપ્રેમી લોકોએ બિરદાવી હતી. આ તકે ડો.વી.પી.રાવળ, હેતવીબેન, સોનમબેન, હિયા પરીખ, અશ્વિનભાઇ સાવલીયા, ડો.બી.એન.મહેતા, એમ.કે.સાવલીયા, એ.ડી.રૂપારેલ, જે.વી.સંઘરાજકા, સતીષભાઇ આડતીયા, અરવિંદભાઇ, વસંતભાઈ પોકળ, મુકુંદભાઈ મહેતા, દિનેશભાઈ ભુવા, વિશાલભાઈ કાણકીયા અને રાજેશભાઈ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...