અમરેલી જિલ્લામાં આજે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. નેસડી ગામ પાસે એક એસટી બસ રસ્તાની બાજુમાં ઉતરી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. સદનસીબે બસ પલટી ન ખાતા મોટો અકસ્માત સર્જાતા અટક્યો હતો.
આજે સવારે સાવરકુંડલા-ધોરાજી રૂટની બસ સાવરકુંડલાથી ધોરાજી તરફ થઈ હતી. આ સમયે નેસડી ગામ નજીક બસના ચાલકે બેલેન્સ ગુમાવતા રસ્તાની બાજુ પર ઉતરી ગઈ હતી. જો કે, બસ પલટી ન જતાં મોટી દુર્ઘટના થતા અટકી હતી. બસ ત્રાસી થઈ જતાં મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.
રસ્તાની બાજુમાં બસ ઉતરી જતા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય બસની મદદથી બસને પણ બહાર કાઢવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.