પરિણામ:ખેત મજૂરી કરનારના પુત્રએ 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

અમરેલી જિલ્લા વિદ્યાસભાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઝળહળતું પરિણામ જાહેર થયું હતું. વિદ્યાસભામાં અભ્યાસ કરતા ખેડત મજુરી કરનારના પુત્રએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. અને જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતા ધર્મેશ કે. જાગાણીએ 99.90 ટકા સાથે જિલ્લામાં અવલ નંબર પ્રાપ્ત કર્યો હતો.

આ છાત્ર એક સામાન્ય પરિવારમાંથી આવે છે. જેમના પિતા ખેત મજુરી કરે છે. સામાન્ય વર્ગના બાળકને શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે વિદ્યાસભા સ્ટાફ ગણ હંમેશા કટિબધ્ધ છે. અમરેલી જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 77.94 ટકા પરિણામ આવ્યું હતું. તો જિલ્લા વિદ્યાસભાનું 96.94 ટકા પરિણામ જાહેર થયું હતું.અહી 99.90 ટકા સાથે ધર્મેશ જાગાણીએ એવન, 98.41 ટકા સાથે આયુષ ગજેરાએ એટુ, 97.96 ટકા સાથે સુમંત લખાણીએ એટુ અને 91.51 ટકા સાથે હર્ષિલ કોટડિયાએ બીવન ગ્રેડ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...