ફરિયાદ:તું તારી દીકરીને કેમ રોકી રાખે છે કહી જમાઇએ સસરાને તમાચો મારી દીધો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારી તાલુકાના મોણવેલ ગામની ઘટના
  • વેવાઇએ પણ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

ધારી તાલુકાના મોણવેલમા રહેતા એક આધેડને તારી દીકરીને કેમ રોકી રાખે છે કહી જમાઇએ તેમજ વેવાઇએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આધેડને મારમાર્યાની આ ઘટના ધારીના મોણવેલમા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા દિલીપભાઇ હરીભાઇ પરમાર નામના આધેડે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેઓ પરિવાર સાથે ઘરે હતા ત્યારે બપોરના સુમારે તેના વેવાઇ અમુભાઇ બચુભાઇ તથા જમાઇ જયસુખ તેમજ સામાભાઇ અમુભાઇ તેના ઘરે આવ્યા હતા.

દિલીપભાઇને કહેલ કે તારી દીકરીને કેમ રોકી રાખે છે કહી જમાઇ જયસુખે તેને તમાચો મારી દીધો હતો. તેમજ વેવાઇએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત સામાભાઇએ પણ લાકડી વડે મારમાર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ દાંતી દ્વારા વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...