તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ધારીમાં હિરાના કારખાનામાં ચોરી કરનાર તસ્કર 30 વર્ષ બાદ ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાના દેલવાડાના તસ્કરને સુરતમાંથી દબોચી લીધો .
  • ધારી પોલીસના હવાલે કરાયો

ધારીમા 30 વર્ષ પહેલા એક હિરાના કારખાનામા રોકડ રકમ તથા હિરાની ચોરીના ગુનામા આજદિન સુધી નાસતા ફરતા ઉના તાલુકાના દેલવાડા ગામના શખ્સને આખરે આજે અમરેલી પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઇ ધારી પોલીસના હવાલે કર્યો હતો.30 વર્ષ પહેલા કરેલી ચોરીના ગુનામા આખરે પોલીસે તસ્કર પર કાયદાનો ગાળીયો કસ્યો છે. ધારી શહેરમા વર્ષ 1991ની સાલમા હિરાના એક કારખાનામાથી બે તસ્કરોએ રોકડ રકમ તથા હિરાની ચોરી કરી હતી. તે સમયે મહુવા તાલુકાના શારદીકા ગામના રામજી ભાણાભાઇ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરાઇ હતી. જયારે ઉના તાલુકાના દેલવાડા ગામનો ભાણજી ઉર્ફે ભાણા રામજીભાઇ આહિર (ગુજજર) નામનો શખ્સ આજદિન સુધી નાસતો ફરતો હતો. દરમિયાન અમરેલી પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઇ બલરામભાઇ પરમાર સ્ટાફના જયપાલસિંહ ઝાલા, અજયભાઇ સોલંકી, જયદીપસિંહ જાડેજા, રાઘવેન્દ્ર ધાધલ, જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા વિગેરેની ટીમે આ શખ્સને ઝડપી પાડવા કમર કસી હતી.પોલીસની તપાસમા હાલમા આ શખ્સ સુરતમા મુકિતધામ સોસાયટીમા રહેતો હોવાની બાતમી મળી હતી. જેને પગલે પોલીસની ટુકડીએ ત્યાં દોડી જઇ ત્રીસ વર્ષ જુના ચોરીના કેસમા તેની ધરપકડ કરી હતી. આ શખ્સને હાલમા ધારી પોલીસના હવાલે કરવામા આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો