સમીક્ષા બેઠક:અમરેલી જિલ્લાના પ્રભારી સચિવે અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા બેઠક યોજી

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક, સેનીટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું કડક પાલન કરવા સૂચના જિલ્લામાં મેડિકલ સંસાધનોની ઉપલબ્ધતા, વેક્સીનેશન, વધતા કોરોના કેસોની વિગતવાર સમીક્ષા કરાઈ

અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ કુમારે આજે અમરેલી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કોવિડ-19ની હાલની પરિસ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરઓ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

પ્રભારી સચિવએ જણાવ્યું હતું કે હાલ કોવિડ-19ની પરિસ્થિતિને લઈને લોકો ફરી માસ્ક, સેનીટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત તેઓએ જિલ્લામાં મેડીકલ સંસાધનોની ઉપલબ્ધતા, વેક્સીનેશન, વધતા કોરોના કેસો, ઓક્સિજનની વ્યવસ્થા, પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિશનરોને તાલીમ, ધન્વંતરી રથોની કામગીરી, કન્ટેનમેન્ટ ઝોન, ગ્રામીણ અને શહેરી સ્તરે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા, પીડિયાટ્રિક બેડની વ્યવસ્થા જેવા વિવિધ વિષયો ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

ડબલ વેક્સીનેટેડ લોકોને લાગતા કોરોના સંક્રમણ અંગે માહિતી આપતા પ્રભારી સચિવે જણાવ્યું હતું કે ઘણા ડબલ વેક્સીનેટેડ લોકોને કોરોનાનું સંક્રમણ લાગે છે ત્યારે જે લોકોએ વેક્સીન નથી લીધી એવા લોકોની સરખામણીએ વેક્સિનેટેડ લોકો જલ્દી સાજા થાય અને કોઈ અતિ ગંભીર લક્ષણો જણાતા નથી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, અધિક કલેક્ટર આર. વી. વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ સહિતના તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના દરેક તાલુકા મથકોએથી તંત્રના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...