આયોજન:આજે મતદારયાદી સુધારણાનો બીજો તબક્કાે : 862 સ્થળે નાેંધણી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1411 બુથ પર 1411 બીઅેલઅાે અને 131 સુપરવાઇઝરાે ખડેપગે રહેશે

લોકશાહીને મજબૂત બનાવવા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા પાત્રતા ધરાવતા યુવાઓ મતદારયાદીમાં અચૂક નામ નોંધણી કરાવવી જરૂરી છે. નવેમ્બર માસમાં જાહેર રજાના ત્રણ રવિવાર અને એક શનિવારે લોકો નજીકના મતદાન મથકે ખાસ ઝુંબેશ સ્વરૂપે તા.1/1/2022ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદાર તરીકે પોતાનુ નામ નોંધાવી શકશે. ઉપરાંત મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારી શકાશે.

આ ઝુંબેશમાં સમગ્ર અમરેલી જિલ્લામાં વર્ગ-1ના 5 અધિકારીઓ ઈઆરઓ તરીકે, વર્ગ-2ના 12 અધિકારીઓ એઈઆરઓ તરીકે અને ખાસ ચૂંટણી ફરજ પરના વર્ગ-2ના 18 એડિશનલ એઈઆરઓ તરીકે એમ કુલ 35 જેટલા અધિકારીઓ ફરજ બજાવશે. જિલ્લાના 11 તાલુકાઓના કુલ 862 સ્થળોએ ઉભા કરવામાં આવેલા 1411 બુથ ઉપર 1411 બીએલઓ અને 131 સુપરવાઈઝરો મતદાર નોંધણીની પ્રક્રિયામાં સહભાગી થશે.

કયાં અને કયારે કરાવશો મતદાર યાદીમાં નોંધણી?
સરકારી કામકાજના દિવસો દરમિયાન સંબંધિત મામલતદાર કચેરી ઉપરાંત ખાસ ઝુંબેશ હેઠળના દિવસો તા. 27 અને 28 નવેમ્બરના રોજ મતદાન મથક ખાતે સવારે 10 થી 5 કલાક દરમિયાન બીએલઓ પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવાની સાથે વોટર આઇડીમાં રહેલી ક્ષતિ અને સરનામાં પણ સુધારો કરી શકાશે. અા ઉપરાંત અાેનલાઇન નામ નાેંધાવી મતદાર બની શકાે છાે.

અન્ય સમાચારો પણ છે...