રસીકરણ:જિલ્લામાં બીજા દિવસે 192 શાળામાં 13,943 વિદ્યાર્થીઓને વેક્સિન અપાઈ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 32,243 વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં રસી લીધી
  • એક પણ છાત્રને​​​​​​​ કોઈ આડઅસર નહીં, વધુને વધુ લોકો રસી લે: આરોગ્ય તંત્ર

અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જાટે જણાવ્યું હતું કે કિશોરને રસી આપવાનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 32243 વિદ્યાર્થીઓને રસી અપાઈ છે. પણ એક છાત્રને આડઅસર થઈ હોવાનું સામે આવ્યું નથી. 15 થી 18 વર્ષના કિશોરને વેક્સીન લેવા માટે તેમણે અપીલ કરી હતી. જિલ્લામાં રસીકરણના પ્રથમ દિવસે મોડી સાંજ સુધીમાં 18300 છાત્રોને રસી અપાઈ હતી.

બીજા દિવસે સાંજ સુધીમાં 192 શાળામાં 13943 વિદ્યાર્થીઓ રસી લીધી હતી.જિલ્લામાં બીજા દિવસે 262 આરોગ્ય કર્મચારીઓની ટીમ રસીકરણમાં જોડાય હતી. અમરેલીમાં 2848, બાબરામાં 1262, બગસરામાં 873, ધારીમાં 945, જાફરાબાદમાં 955, ખાંભામાં 830, કુંકાવાવમાં 923, લાઠીમાં 1013, લીલીયામાં 288, રાજુલામાં 1909 અને સાવરકુંડલામાં 2097 છાત્રોએ બીજા દિવસે રસી લીધી હતી. આમ, રસીકરણની કામગીરીએ ગતિ પકડી છે.

4 તાલુકામાં ટાર્ગેટ કરતા વધારે છાત્રોએ રસી લીધી હતી
જિલ્લામાં અમરેલી, બગસરા, ખાંભા અને કુંકાવાવમાં આરોગ્ય વિભાગના ટાર્ગેટ કરતા વધારે વિદ્યાર્થીઓએ રસી લીધી હતી. જેમાં અમરેલીમાં 2745ની સામે 2848, બગસરામાં 515ની સામે 873, કુંકાવાવમાં 844ની સામે 923 અને ખાંભામા 718ના ટાર્ગેટની સામે 830 વિદ્યાર્થીઓએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...