બિભત્સ માંગણી:પાણિયામાં આંગણવાડી વર્કર પાસે સરપંચે બિભત્સ માંગણી કરી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપરવાઇઝરને ફોન કરી ખોટી ફરિયાદ કરી ધમકી પણ આપી

અમરેલીના પાણીયામા રહેતા નિતાબેન મહેશભાઇ ભટ્ટી (ઉ.વ.30) નામના આંગણવાડી વર્કરે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ આંગણવાડીમા નોકરી પર હતા ત્યારે ગામના સરપંચ દેવેન્દ્રભાઇ વાસુરભાઇ ભેડા ત્યાં આવ્યા હતા અને કહેવા લાગેલ કે તારા સુપરવાઇઝરનો ફોન નંબર આપ.

જેથી નંબર આપવાની ના પાડી હતી. જો કે સરપંચ પાસે ફોન નંબર હોય તેણે સુપરવાઇઝરને ફોન કરી ખોટી ફરિયાદો કરી હતી. આ દરમિયાન નિતાબેન તેમના પતિને ફોન કરતા હોય સરપંચે બાવડુ પકડી ફોન આંચકી લીધો હતો અને હવે તુ કેમ નોકરી કરે છે કહી બોલાચાલી કરી હતી. આ ઉપરાંત સરપંચે ત્રણેક માસ પહેલા પણ ફોન કરી બિભત્સ માંગણી કરી હતી.

આ અંગે 181 હેલ્પ લાઇનમા પણ જાણ કરી હતી જેથી ટીમ દોડી આવી હતી અને સરપંચને સમજાવીને જતા રહ્યાં હતા. તેઓ હેલ્પર રેખાબેન સુરેશભાઇ પરી તેમજ આંગણવાડી-1મા નોકરી કરતા વર્કર બીનાબેન જયેશભાઇ હુદડને પણ હેરાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...