સારવાર:સરપંચે હડધૂત કર્યો, પોલીસે ફરિયાદ ન લીધી અને ધરાઇના યુવાને ગળેફાંસો ખાધો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે હડધૂત કર્યો, પોલીસે ફરિયાદ ન લીધી અને ધરાઇના યુવાને ગળેફાંસો ખાધો

બાબરા તાલુકાના ધરાઇ ગામે ગ્રામ પંચાયતનુ કામ કરનાર દલિત યુવાનને સરપંચ પૈસા ચુકવતા ન હોય અને હડધુત કરતા હોય તથા પોલીસ ફરિયાદ લેતી ન હોય આ યુવાને આ બારામા એક વિડીયો વાયરલ કર્યા બાદ ગળાફાંસો ખાઇ લીધો હતો. જેને સારવાર માટે ગોંડલ દવાખાને ખસેડાયો છે. આ ઘટના બાબરા તાલુકાના ધરાઇ ગામે બની હતી. જયાં જીતુ ગોવાભાઇ રાઠોડ નામના યુવાને ગઇકાલે ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ પુર્વે યુવાને ગામના સરપંચ પતિનો ત્રાસ હોવાનો અને હડધુત કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ યુવાને ગ્રામ પંચાયતમા આંગણવાડીનુ કામ પેટા કોન્ટ્રાકટમા કર્યુ હતુ. જેના રૂપિયા 35 હજાર લેવાના નીકળતા હતા. અહી ગામમા મહિલા સરપંચ છે અને સરપંચના પતિને જ બધા સરપંચ તરીકે ઓળખે છે.

આ નાણાની ઉઘરાણી કરતા સરપંચ પતિ પરેશ કાપડીયાએ તેને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો અને નાણા ચુકવતા ન હતા. જેથી તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો. તેણે વિડીયોમા જણાવ્યું હતુ કે તે જયારે પોલીસ પાસે ફરિયાદ લઇને ગયો ત્યારે પોલીસે તેઓ હડધુત ન કરે તેમ કહી તેની માત્ર અરજી લીધી હતી. અને અપમાનના કારણે તેને આ પગલુ ભર્યુ હતુ. આ યુવકને બેભાન હાલતમા સારવાર માટે ગોંડલ ખસેડાયો છે.

હડધૂત કર્યાની રાવ કરી ન હતી: પીઆઇ
આ અંગે બાબરાના પીઆઇ ચૌધરીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે તેઓ 11મી તારીખે બાબરા પોલીસ મથકે આવ્યા હતા. સરપંચે હડધુત કર્યાની કોઇ રાવ કરી ન હતી. પંચાયતના કામના પૈસા આપવાની સિવીલ મેટર હોય માત્ર અરજી લેવાઇ હતી. આ ઘટના બાદ પિડીતનુ નિવેદન લઇ જવાબદારો સામે કાનુની કાર્યવાહી કરાશે.- ચૌધરી

અન્ય સમાચારો પણ છે...