અમરેલી પંથકમા રેતીના સ્ટોકની પરમીટના નામે મોટા પ્રમાણમા ગોલમાલ ચાલી રહી છે. ત્યારે આજે અમરેલી તાલુકા પેાલીસે જે ડમ્પર પોલીસ કસ્ટડીમા હતુ તેવા ડમ્પરના રોયલ્ટી પાસ ઇસ્યુ કરનાર શખ્સની ધરપકડ કરી છે.
અમરેલી પંથકમા રેતીના સ્ટોકની પરમીટ લઇ બાદમા ગમે ત્યાં ચાલતી બેફામ રેત ચોરીને રોયલ્ટી પાસ ઇસ્યુ કરી તેને કાયદેસર બનાવી દેવાઇ છે. આમ તો તંત્રની મિલીભગતથી આવા સ્ટોકની પરમીટ આપી ગેરકાયદે રેત ચોરીને કાયદેસરનુ રૂપ આપવા આ કારસો ઘડાયો છે.
જયાં સ્ટોક પરમીટ હોય તેવા સ્થળે રેતી લવાતી નથી બલકે શેત્રુજી અને અન્ય નદીઓમાથી જે ગેરકાયદે રેત ચોરી થાય છે તેને માત્ર આ સ્ટોક પરમીટ ધારકો રોયલ્ટી પાસ આપી દે છે. અમરેલીના રાજસ્થળીમા ઓસન એન્ટરપ્રાઇઝના નામના સ્ટોક પરમીટ ધારકોએ તો હદ ત્યારે કરી નાખી જયારે જે ડમ્પર પોલીસની કસ્ટડીમા હતુ તેના નામે પણ રોયલ્ટી પાસ ઇસ્યુ કરી દીધા.
આ અંગે ગત તારીખ 28/7/22ના રોજ અમરેલી તાલુકા પોલીસમા ગુનો નોંધવામા આવ્યો હતો અને ઓસન એન્ટરપ્રાઇઝના માલિકની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ હવે તેમા કામ કરતા અને આવા બોગસ રોયલ્ટી પાસ કાઢી આપનાર ભૌતિક નરેશ વાણીયા (ઉ.વ.32) નામના શખ્સની ધરપકડ કરાઇ છે. આ શખ્સ ભાવનગરમા પોલીસ લાઇનની બાજુમા ચોથા વર્ગના કર્મચારીની સોસાયટીમા રહે છે. આમ, પોલીસની કાર્યવાહી છતાં બેરોકટોક રેતી ચોરી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.