મુશ્કેલીનો અંત:રાજુલા શહેરમાં છેવાડાનાે માર્ગ ખુલ્લાે કરાવાયાે

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નનાે હલ થતા 85થી વધારે પરિવારે રાહત અનુભવી

રાજુલામા ડુંગર રાેડ પર ઢાેળીયાધાર ભગવતીપરા વિસ્તારમા માેટી સંખ્યામા દેવીપુજક સમાજના પરિવારાે વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમા ઘણા સમયથી માર્ગ બંધ હાેવાથી આ પ્રશ્ને રજુઆત કરાઇ હતી. જેને પગલે ભાજપના આગેવાનાે દ્વારા આ માર્ગને ખુલ્લાે કરવામા આવતા પરિવારાેઅે રાહત અનુભવી છે.

અહીના છેવાડાના વિસ્તારમા દેવીપુજક સમાજના 85થી વધારે પરિવારાે વસવાટ કરી રહ્યાં છે. અહીથી પસાર થવાનાે રસ્તાે પાછલા ઘણા સમયથી બંધ થતા અા પરિવારાેને પારાવાર મુશ્કેલીનાે સામનાે કરવાે પડી રહ્યાે છે. આ પ્રશ્ને દેવીપુજક સમાજના પ્રમુખ નનુભાઇ દ્વારા જિલ્લા ભાજપના પુર્વ મહામંત્રી રવુભાઇ ખુમાણ, પરેશભાઇ લાડુમાેર, મયુરભાઇ દવે, ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રભાઇ ધાખડા વિગેરે સમક્ષ રજુઆત કરવામા આવી હતી.

આ વિસ્તારમા વસવાટ કરતા રહિશાેને ભારે અગવડતા પડી રહી હાેય સ્થાનિક ભાજપ અાગેવાનાે દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયાને જાણ કરાઇ હતી. જેને પગલે ટીમ દ્વારા જેસીબીની મદદથી આ માર્ગને ખુલ્લાે કરાવવામા અાવતા રહિશાેઅે રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...