તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા ક્યારે જાગશે?:અમરેલીના નાના બસ સ્ટેન્ડ પાસે પાંચ માસથી રોડ અધુરો

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મસમોટા ખાડાથી વાહન ચાલકો મુશ્કેલીમાં
 • પાલિકાની નવી બોડી પણ માર્ગ પૂર્ણ કરાવી શકી નહી

અમરેલીના નાના બસ સ્ટેન્ડ અને નાગનાથ સર્કલ પાસે છેલ્લા 5 માસથી માર્ગની અધૂરી કામગીરી જોવા મળે છે. અહીં નગરપાલિકાની નવા શાસક પક્ષ પણ રોડનું કામ પૂર્ણ કરાવી શક્યા નથી. અહીં મસમોટા ખાડાથી વાહન ચાલકોને હાડમારી વધી છે. નગરપાલિકા મોટા અકસ્માત પહેલા જાગે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

અમરેલી નગરપાલિકાએ શહેરમાં જ્યાંપણ રોડની કામગીરી કરી છે. ત્યાં અધૂરી કરી હોવાનું સામે આવે છે. નવા બનેલા રોડ પર પણ સ્પીડબ્રેકર સમાન બ્લોક ફિટિંગ કર્યા છે. પણ શહેરના નાના બસ સ્ટેન્ડ પાસે હરિરામબાપા ચોક અને નાગનાથ સર્કલ પર તો છેલ્લા 5 માસથી અધુરો રોડ જોવા મળે છે. અહીં કોન્ટ્રાકટરે મસમોટા ખાડાઓ ખોદીને રોડ અધુરો મૂકી દીધો છે. પણ હાલ સુધી નગરપાલિકાના અધિકારીઓને માર્ગની કામગીરી પૂર્ણ કરાવવાનું ધ્યાને જ આવ્યું નથી.

જેનો ભાગ સામાન્ય વાહન ચાલકો બની રહ્યા છે. નાગનાથ સર્કલ અને હરિરામબાપા ચોકમાંથી વાહન ચાલકોને પસાર થવું કઠિન બન્યું છે. અમરેલી નગરપાલિકામાં ચૂંટાયેલી નવી બોડી પણ અત્યાર સુધી રોડની કામગીરી પૂર્ણ કરાવવામાં નિષ્ફળ રહી છે. પણ એક વાત ચોક્કસ છે કે ખાડાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા નિંદ્રામાંથી જાગશે.

પાલિકાની નવી બોડી અધુરો રોડ પૂર્ણ કરાવે તો સારૂ
​​​​​​​અમરેલીના રીક્ષા ચાલક મીરાજ ખાને જણાવ્યું હતું કે હરિરામબાપા ચોકમાં છેલ્લા 5 માસથી રોડ અધુરો છે. નાના વાહન ચાલકો ખાડામાં પડે છે. રીક્ષાના સ્પેરપાર્ટને તો નુકશાન થાય છે. પણ ક્યારે ખાડામાં પેસેન્જર સાથે રીક્ષા પલ્ટી મારશે. તો જવાબદારી કોની ? નગરપાલિકાની ચૂંટાટેલી નવી બોડી કામગીરી પૂર્ણ કરાવે તો લોકોનું સારૂ થશે.> મીરાજ ખાન

પાલિકા કચેરીની બાજુમાં જ 5 મહિનાથી અધુરો રોડ
અમરેલી નગરપાલિકા કચેરી નાગનાથ સર્કલ પાસે જ આવેલ છે. અહીં છેલ્લા 5 માસથી અધુરો રોડ છે. અહીં કોન્ટ્રાકટરે મુકેલ ખાડામાંથી ખુદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે. છતાં પણ રોડની કામગીરી પૂર્ણ કરાવવાનું ધ્યાને આવતું નથી.

શહેરના મુખ્ય વિસ્તારમાં જ અધુરો રોડ મૂકી દીધો
અમરેલીના હરિરામબાપા ચોકમાંથી પસાર થતા વાહન ચાલક અલ્તાફભાઇ મીરે જણાવ્યું હતું કે નગરપાલિકાએ શહેરમાં રોડ બનાવ્યા છે. પણ મુખ્ય વિસ્તારમાં જ અધુરો રોડ મૂકી દીધો છે. જેના કારણે દિવસમાં અનેક વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. છતાં પણ આજ સુધી કોઈ અધિકારી કે પછી નેતાને આ વાત ધ્યાને આવતી નથી.> હરિરામબાપા, વાહન ચાલક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો