માર્ગનું સમારકામ ક્યારે?:અમરેલીના વડીયા નજીક બાટવા-દેવળી સુધીનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગરની પીઠ સમાન બની ગયેલા રસ્તાનું વહેલીતકે સમારકામ કરવાની માગ

અમરેલી જિલ્લાના છેવાડાના ગામોમાં રસ્તાઓની હાલત બદતર બનતા વાહનચાલકોની પરેશાની વધી છે. બાંટવા દેવળીથી અમરનગરને જોડતો માર્ગ મગરની પીઠ સમાન બની જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોએ વહેલીતકે માર્ગનું સમારકામ કરવાની માગ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ બનાવવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ, અમરેલી જિલ્લાના અનેક રસ્તાઓ છે કે જે બિસ્માર બન્યા બાદ તેનું સમયસર સમારકામ થયું નથી. તેમાંનો એક રસ્તો છે બાંટવા-દેવળીથી અમરનગરને જોડતો. આ માર્ગની હાલત મગરની પીઠ સમાન થઈ જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વડીયા મોટું ગામ હોવાથી અમરનગર અને આસપાસના ગામડાઓમાંથી ખરીદી કરવા માટે આવતા લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. વડિયા, બાંટવા દેવલી ગામના લોકો રાજકોટ તરફ જવા માટે પણ આ માર્ગનો જ ઉપયોગ કરે છે. બિસ્માર રસ્તા અંગે અનેક રજૂઆતો બાદ પણ પણ સમારકામ ના થતા લોકોમાં રોષ છે. લોકોએ વહેલીતકે આ માર્ગનું સમારકામ કરવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...