હાલાકી:વડિયાથી બાંટવા દેવળી માર્ગ બન્યાે ઉબડખાબડ

વડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડિયાથી બાટવાદેવડી માર્ગ બિસ્મારથી ચાલકો પરેશાન. - Divya Bhaskar
વડિયાથી બાટવાદેવડી માર્ગ બિસ્મારથી ચાલકો પરેશાન.
  • ગાેંડલ, જેતપુર અને રાજકાેટ તરફ જતા વાહન ચાલકાે પરેશાન, રસ્તો નવો બનાવ માંગ

વડીયાથી બાંટવાદેવળી માર્ગ પાછલા ઘણા સમયથી તદન ભંગાર હાલતમા બની ગયાે હાેય અહીથી પસાર થતા વાહન ચાલકાેને હાલાકી ભાેગવવી પડી રહી છે. ખાસ કરીને અહીથી ગાેંડલ, જેતપુર અને રાજકાેટ તરફ જતા વાહન ચાલકાેને નાછુટકે અા માર્ગ પર જ પસાર થવુ પડે છે. અનેક વખત રજુઅાત કરવામા અાવી હાેવા છતા હજુ સુધી તંત્ર દ્વારા અા માર્ગનુ સમારકામ કરાયુ નથી. કે નથી નવાે બનાવવામા અાવ્યાે.

બાટવાદેવળીના ખેડૂતો અને વેપારીઓને અવાર નવાર વડિયા ખરીદીમાં જવું પડે છે. ત્યારે વડિયાથી બાટવાદેવળી જવાનો અા માર્ગ બિસ્માર બન્યાે હાેય વાહન ચાલકાે તાેબા પાેકારી ઉઠયાં છે. વડીયા તેમજ અાસપાસના ગામના ખેડૂતાેને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાના તૈયાર પાકોને લઇ જવા હોય તો વાહનચાલકો પણ ના પાડી દે છે. રાજકોટ ગોંડલ જવાનો મુખ્ય માર્ગ છે. અહીથી કાેઇ દર્દી કે પ્રસુતાને રાજકાેટ કે ગાેંડલ હાેસ્પિટલે ખસેડવામા અાવે ત્યારે અા માર્ગ પરથી પસાર થવામા ભારે મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિક ગ્રામજનાે અેવુ જણાવી રહ્યાં છે કે નેતાઅાે પણ ચુંટણી ટાણે ખાલી વચનાે અાપે છે. તંત્ર સમક્ષ પણ અનેક વખત લેખિત અને માૈખિક રજુઅાતાે કરવામા અાવી હાેવા છતા અેક વર્ષથી અેવાે જવાબ મળી રહ્યાે છે કે માર્ગ મંજુર થઇ ગયાે છે અને વર્કઅાેર્ડર પણ અપાયાે છે પરંતુ હજુ સુધી ન તાે માર્ગનુ સમારકામ કરાયુ કે ન તાે માર્ગ નવાે બનાવવાની કાેઇ કામગીરી હાથ ધરાઇ. જેના કારણે અા વિસ્તારના લાેકાે હાડમારી વેઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...