તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નબળી કામગીરી:વિક્ટરથી આસરણા ચોકડીનો માર્ગ નવો બન્યાના એક માસમાં જ તૂટ્યો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરીમાં નબળી કરનાર સામે કાર્યવાહી કરવા તાલુકા ભાજપ પ્રમુખની માંગણી

રાજુલાના વિક્ટરથી આસરણા ચોકડી સુધીનો માર્ગ નવો બન્યાના એક માસમાં જ તૂટી ગયો છે. રસ્તાઓ પર ફરી વખત ખાડાઓ પડી રહ્યા છે. ત્યારે તાલુકા ભાજપના પ્રમુખે કામ કરનાર એજન્સી સામે કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી માંગણી કરી છે.

રાજુલા તાલુકા ભાજપના પ્રમુખ હરસુરભાઇ લાખણોત્રાએ ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વિક્ટરથી આસરણા ચોકડી સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો. અંતે લોક માંગણી મુજબ માર્ગ નવો બનવાની મંજૂરી મળી હતી. અને એક માસ પહેલા નવો માર્ગ બન્યો હતો. પરંતુ રસ્તાની કામગીરી ગુણવત્તા મુજબ કે પછી નિયમ મુજબ થઈ નથી. જેના કારણે નવો રોડ બન્યાના એક માસમાં જ તૂટી ગયો છે.

વિક્ટરથી આસરણા ચોકડીનો માર્ગ 10 ગામોને જોડે છે. અત્યારે નવા રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોની હાડમારીમાં વધારો થયો છે. તેમજ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના કારણે અકસ્માતના બનાવોમાં વધારો થશે. ત્યારે નવો માર્ગ બનાવનાર એજન્સી સામે કાર્યવાહી કરવા તાલુકા ભાજપ પ્રમુખે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...