તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • The Road From Moti Molly To Naliyeri Molly Is In Disrepair, Drivers Are Disturbed, If The Road Is Not Operated Properly, There Is A Hint Of Agitation Of The Villagers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:મોટી મોલીથી નાળીયેરી મોલી સુધીનો માર્ગ બિસ્માર, વાહન ચાલકો પરેશાન, રોડની કામગીરી યોગ્ય રીતે નહી થાય તો ગ્રામજનોની આંદોલનની ચિમકી

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગીરગઢડા તાલુકાના મોટી મોલીથી નાળીયેલી મોલી સુધી માર્ગના કામમાં મસમોટો ભ્રષ્ટાચાર સરકારી બાબુઓ દ્વારા આચરવામાં આવી રહ્યો છે. અહીં નાળીયેલી મોલીના સરપંચે અધિકારીઓની યોગ્ય રીતે રસ્તાનું રીપેરીંગ કરવા રજૂઆત કરી હતી. પણ અધિકારીઓ ખોટા બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં મસગુલ બન્યા છે. આગામી દિવસોમાં રોડની કામગીરી યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. મોટી મોલીથી નાળીયેલી મોલી સુધીનો માર્ગ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો.

અહીં મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન બન્યા હતા. સરકાર દ્વારા રોડના રીપેરીંગ કામ માટે ગ્રાન્ટ પણ મંજૂર કરી દેવામાં આવી છે. પણ અહીં સરકારી બાબુઓ નળીયેલીમોલીમાં માત્ર બે ટ્રેકટર માટી નાખી સંતોષ માની લીધો છે. તેમજ રોડના સમારકામમાં મોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર આદરવાની પેરવીમાં છે. નાળીયેલી મોલીના સરપંચ અને તાલુકાના સદસ્ય છેલ્લા બે માસથી રોડનું સમારકામ યોગ્ય રીતે કરવા રજૂઆત કરી રહ્યા છે. છતા પણ અધિકારીઓ યોગ્ય કામગીરી હાથ ધરતા નથી. જેના કારણે નાળીયેલી મોલીના ગ્રામજનોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો