તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતનો ભય:જેશીંગપરાથી ગાવડકા ચોકડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય

અમરેલીના જેશીંગપરાથી ગાવડકા ચોકડી સુધીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર બન્યો છે. મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત ઉડતી ધૂળથી રાહદારીઓ પરેશાન થઈ ગયા છે.અમરેલી - બગસરા નેશનલ હાઇવે ગાવડકા ચોકડી સુધીનો રોડ અતિ ભયંકર સ્થિતિમાં છે. અહીં માર્ગની બંને સાઈડનું વરસાદના કારણે ધોવાણ થયું છે. ઉપરાંત માર્ગની વચ્ચે જ મસમોટા ખાડાઓ પડી ગયા છે. બગસરા નેશનલ હાઇવે પર દરરોજ વાહન ચાલકો જૂનાગઢ, ધારી, ચલાલા તેમજ ગામડાઓમાં જતા હોય છે. પરંતુ બિસ્માર રોડથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

બગસરા નેશનલ હાઇવે પર લોકોની પીઠ ભાંગી નાખે એવા ખાડાઓથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. છતાં પણ આજ દિન સુધી તંત્રએ રોડનું રીપેરીંગ કામ કર્યું નથી.ત્યારે વહેલી તકે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા માર્ગનું સમારકામ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો