રાહદારીઓને હાડમારી:ધારી તાલુકાના ગોપાલગ્રામથી મોરજર સુધીનો રસ્તો બિસ્માર, રસ્તો બનાવવા માંગણી

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધારી તાલુકાના ગોપાલગ્રામથી મોરજર સુધીનો રસ્તો અતિ બિસ્માર બન્યો છે. અહી કાચો રસ્તો હોવાથી રાહદારીઓને હાડમારી વેઠવી પડે છે. ત્યારે તંત્ર અહી નવો રસ્તો બનાવે તેવી લોક માંગણી ઉઠી છે. ગોપાલગ્રામથી મોરજર સુધીનો રોડ વર્ષોથી કાચો છે. અહીથી લોકો ધારી જવા માટે શોર્ટકટ રોડ તરીકે ઉપયોગ કરે છે. ચોમાસા દરમિયાન રસ્તા પર કાદવ- કીચડ જામે છે. જેના કારણે વાહનો પણ નિકળી શકતા નથી. દિવસ દરમિયાન અનેક લોકો ગોપાલગ્રામથી મોરજર રોડ પરથી પસાર થાય છે.

પણ નવો રસ્તો બનાવવા તંત્રના પેટનું પાણી હલતું નથી. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસામાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. ત્યારે ગોપાલગ્રામથી મોરજર સુધીનો રસ્તો નવો બનાવવા લોક માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...