અકસ્માતનો ભય:બગસરાથી માણેકવાડા સુધીનો માર્ગ બિસ્માર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મસમોટા ખાડાથી વાહન ચાલકને અકસ્માતનો ભય

બગસરાથી માણેકવાડા સુધીનો માર્ગ અતી બિસ્માર બનતા રાહદારીને હાલાકી વેઠવી પડે છે. રસ્તા પર મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પણ તંત્રએ રસ્તા રીપેરીંગ માટે તસદી લીધી નથી. અહીં તાત્કાલિક માર્ગનું સમારકામ કરવા લોક માંગણી ઉઠી છે. રાજ્યભરમાં માર્ગના સમારકામ અંગે સરકાર અભિયાન ચલાવી રહી છે. પરંતુ અમરેલી જીલ્લામાં દિવસે દિવસે માર્ગ અને મકાન વિભાગ તથા સ્ટેટ વિભાગ હસ્તકના રસ્તાઓની સ્થિતિ કઈક જુદા પ્રકારની જોવા મળે છે.

ખાડા પૂરો અભિયાનમાં પણ તંત્રએ માત્ર ઠાગાઠૈયા કર્યા છે. આવી સ્થિતિ બગસરાથી માણેકવાડા સુધીના રોડની છે. અહીં ખાડામાં રસ્તો કે પછી રસ્તામાં ખાડો વાહન ચાલકો નક્કી કરી શકતા નથી. 11 કિલોમીટરના સમગ્ર માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. તંત્રની બેદરકારીના કારણે બગસરાથી માણેકવાડા માર્ગ પર છાશવારે અકસ્માતના બનાવો બને છે. અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠે છે. પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે બગસરાથી માણેકવાડા સુધીનો માર્ગ ક્યારે રીપેરીંગ થશે ? કે પછી વાહન ચાલકોને માત્ર હાડમારી જ વેઠવાની રહશે.

અન્ય સમાચારો પણ છે...