મુશ્કેલી:અમરેલીથી ગાવડકા ચોકડી સુધીનો માર્ગ બિસ્માર બન્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન

અમરેલીથી ધારી બગસરા તરફ જતા રાધેશ્યામ ચોકડીથી ગાવડકા ચોકડી સુધીનો માર્ગ તદન ભંગાર હાલતમા બની ગયો છે. અહીથી દિવસ રાત મોટી સંખ્યામા વાહનો પસાર થતા હોય છે. ગાવડકા ચોકડી નજીક તો માર્ગમા મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને માર્ગની એક તરફથી જ વાહન હંકારવુ પડી રહ્યું છે. અહી અનેક વખત નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યાં છે.

ખાસ કરીને રાત્રીના સમયે અહીથી પસાર થતા નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.તંત્ર દ્વારા પણ અનેક વખત માર્ગમા માત્ર થીગડા બુરવાની કામગીરી કરી સંતોષ માની લેવામા આવી રહ્યો છે. ત્યારે રાધેશ્યામ ચોકડીથી ગાવડકા ચોકડી સુધીનો માર્ગ નવો બનાવવામા આવે તેવુ વાહન ચાલકો ઇચ્છી રહ્યાં છે. અગાઉ તો માર્ગની બંને સાઇડમા કડ પણ પડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...