દર્દીઓને હાલાકી:અમરેલી સિવીલ હોસ્પિટલને લાઠી રોડ સાથે જોડતો માર્ગ તદન ભંગાર હાલતમા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય મંત્રાલયને એક વર્ષ બાદ પણ રસ્તો બનાવવાનો ટાઇમ ન મળ્યો

અમરેલી સિવીલ હોસ્પિટલને લાઠી રોડ સાથે જોડતો માર્ગ તદન ભંગાર હાલતમા છે. આ માર્ગ આરોગ્ય મંત્રાલયના પીઆઇયુ હેઠળ આવે છે પરંતુ આરોગ્ય મંત્રાલયને એક વર્ષ બાદ પણ રોડની મરામતનો ટાઇમ મળ્યો નથી. જેના પગલે દર્દીઓને હાડમારી વેઠવી પડે છે.

હાલમા બાબરા કે લાઠી તરફથી એમ્બ્યુલન્સમા કોઇ ઇમરજન્સી કેસમા દર્દીને સિવીલ હોસ્પિટલમા લાવવા હોય તો લાઠી રોડ સાથે જોડતા આ માર્ગ પરથી ઝડપથી સિવીલમા લાવી શકાય. પરંતુ આ તમામ દર્દીઓને આ રોડ પરથી સિવીલમા લાવી શકાતા નથી. તેમને લાંબા રૂટ પરથી ફેરવીને લાવવા પડે છે. કારણ કે અહીનો રસ્તેા તદન તુટીફુટી ગયો છે.

તેમા પણ ચોમાસાનો આરંભ થતા આ રસ્તા પર હવે વરસાદી પાણીનો ભરાવો થયો છે. જો અહીથી કોઇ વાહન ચાલક ભુલમા પણ ચાલે તો અકસ્માતની ભીતિ રહે છે. અહી સિવીલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને આ રસ્તો સોંપવામા આવ્યો નથી અને નગરપાલિકા હસ્તક પણ આવતો નથી. આરોગ્ય વિભાગના પીઆઇયુ હેઠળ રસ્તો આવે છે. જે બનાવવા માટેની દરખાસ્ત આરોગ્ય મંત્રાલય દ્વારા લાંબા સમયથી મંજુર કરવામા આવતી ન હોય દર્દીઓ હેરાન થઇ રહ્યાં છે.

ગટર પણ જામ થઇ છે
અહી વરસાદી પાણીનો તો નિકાલ થતો નથી. એટલુ જ નહી ગટર પણ જામ થઇ ગઇ હોવાથી ગટરના પાણી પણ ચાલી રહ્યાં નથી. લોકોને બ્લડ બેંક સુધી જવામા પણ તકલીફ પડે છે.

6 માસથી દરખાસ્ત પેન્ડીંગ
સ્થાનિક અધિકારીઓ દ્વારા પીઆઇયુમા અહી નવો રસ્તો બનાવવા માટે છ માસ પહેલા દરખાસ્ત મોકલાઇ હતી પરંતુ ગાંધીનગરથી કામ મંજુર થઇને આવ્યુ નથી. ગયા ચોમાસામા પણ આ જ સ્થિતિ હતી.

અન્ય સમાચારો પણ છે...