કોરોના અપડેટ:કોરોનાગ્રસ્ત વૃદ્ધાના સંપર્કમાં આવેલ 100 નો રીપોર્ટ નેગેટિવ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોજ સરેરાશ 1300 લોકોના કોવિડ ટેસ્ટ થાય છે

કુતાણામાં ત્રણ દિવસ પહેલા 70 વર્ષીય વૃદ્ધા કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ 7 ડિસેમ્બરના રોજ લીલીયાના કુતાણાથી સુરત ગયા ગયા હતા. અને સુરત ખાતે તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયો હતો. જેના કારણે અમરેલી આરોગ્ય વિભાગને વૃદ્ધાના સંપર્કમાં આવેલા 100 લોકોના આરોગ્ય તંત્રએ કોરોના સેમ્પલ લીધા હતા. પરંતુ આ તમામનો કોરોનાનો રીપોર્ટ આજે નેગેટીવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉપરાંત અમરેલી જિલ્લામાં દરરોજ સરેરાશ 1300 જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે અમરેલીમાં 286, બાબરામાં 189, બગસરામાં 52, ધારીમાં93, જાફરાબાદમાં 79, ખાંભામાં 92, કુંકાવાવમાં 64, લાઠીમાં 244, લીલીયામાં 25, રાજુલામાં 76 અને 129 લોકોના કોરોના સેમ્પલ લેવાયા હતા. પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...