રેલ વ્યવહારને અસર:ભારે વરસાદથી લીલિયા- દામનગર વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાયો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા અને પીપાવાવ તરફ આવતી જતી ટ્રેનો અટકી પડી

ગઇકાલે લાઠી બાબરા પંથકમા પડેલા વરસાદના કારણે દામનગરથી લીલીયા વચ્ચેના રેલ ટ્રેકનુ ધોવાણ થતા આ રૂટ પર રેલ સતાવાળાઓ દ્વારા ટ્રેન વ્યવહાર અટકાવી દેવાયો હતો. ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લામા રેલ વ્યવહારને પણ માઠી અસર પહેાંચી છે. રેલવે ટ્રેકના ધોવાણના કારણે પીપાવાવ તરફ જતી આવતી માલગાડીઓ અને મહુવા ભાવનગર સુરત વચ્ચે દોડતી ટ્રેનો અટવાઇ પડી છે.

ગઇકાલે ઉપરવાસમા પડેલા ભારે વરસાદના કારણે લાઠી દામનગર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે કેટલાક સ્થળે ટ્રેક ધોવાયો હતો. ટ્રેક નીચેના પથ્થરો ધોવાઇને વહી જતા તંત્રને આ રૂટ પર ટ્રેન વ્યવહાર અટકાવી દેવાની ફરજ પડી હતી. આજે દિવસ દરમિયાન આ રેલ ટ્રેકની મરામતનુ કામ હાથ ધરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...