વૃક્ષની સારસંભાળ:મિતીયાળામાં 35 ફૂટનું થડ ધરાવતા રૂખડાના વૃક્ષનું રક્ષણ જરૂરી બન્યું

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુપ્ત થતાં આ વૃક્ષને વનવિભાગ અથવા ખાનગી કંપનીએ દત્તક લેવું જાેઇએ

જાફરાબાદ તાલુકાના મિતીયાળામા બસ સ્ટેન્ડ પાસે વર્ષાે જુનુ રૂખડાનુ વૃક્ષ આવેલુ છે. આ વૃક્ષ 35 ફુટનુ થડ ધરાવે છે. જાે કે રૂખડાના વૃક્ષાે જાણે લુપ્ત થયા હાેય આ વૃક્ષની જાળવણી અને રક્ષણ કરવુ જરૂરી બન્યું છે. પર્યાવરણપ્રેમીઓ દ્વારા પણ અનેક વખત સરકારમા રજુઆત કરવામા આવી હતી.મિતીયાળામા કુદરતની અનેક થપાટાે લાગવા છતા વર્ષાેથી રૂખડાનુ વૃક્ષ ઉભુ છે. આ વૃક્ષનુ થડ 35 ફુટનુ છે અને ઉંચુ પણ 50 ફુટ જેટલુ થાય છે. અનેક રેાગાે માટે પણ આ વૃક્ષ ઉપયાેગી હાેવાનુ કહેવાય છે.

પંદરેક વર્ષ પહેલા અહીના અલ્ટ્રાટેક કંપનીમા ફરજ બજાવતા મેનેજર સ્વ.સીદીકીના ધ્યાને આ વૃક્ષ આવ્યું હતુ. અહીના પર્યાવરણપ્રેમી વિપુલભાઇ લહેરીએ પણ અનેક વખત સરકાર સમક્ષ આ રૂખડાના વૃક્ષનુ જતન કરવા રજુઆત કરી હતી.વિપુલભાઇ લહેરીના જણાવ્યા મુજબ એક વૃક્ષ ભાવનગરમા છે અને બીજુ મિતીયાળામા છે. અન્ય રૂખડાના વૃક્ષાે હવે જાેવા મળતા નથી. ત્યારે આ વૃક્ષને કેાઇ કાપી ન નાખે તે માટે વનવિભાગે પણ આ વૃક્ષની સારસંભાળ લેવી જાેઇએ.

અન્ય સમાચારો પણ છે...