તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:મકાન પડી જતા સરવે માટે આચાર્યે પાંચ હજાર માગ્યા, ન આપતા માત્ર 25 હજારની સહાય મળી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડા વખતે દૂધાળાના ખેડૂતનું મકાન સંપૂર્ણ પડી ગયું હતું. - Divya Bhaskar
વાવાઝોડા વખતે દૂધાળાના ખેડૂતનું મકાન સંપૂર્ણ પડી ગયું હતું.
  • દૂધાળા ગામે સંપૂર્ણ નાશ પામેલ મકાનને આંશિક નુકસાન લખી નાખ્યું

વાવાઝાેડાએ જાફરાબાદ પંથકમા અનેક મકાનાેની ખાનાખરાબી સર્જી હતી. દુધાળાના એક ખેડૂતનુ મકાન પડી જતા જાણે માથે આભ ફાટી પડયુ હતુ. અહીના કેશુભાઇ આપાભાઇ વરૂનુ મકાન સંપુર્ણ પડી ગયુ હતુ. તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયાે ત્યારે ગામની શાળાના આચાર્ય જ ટીમ સાથે સર્વે માટે અહી પહાેંચ્યા હતા.

સાૈપ્રથમ તેમણે મકાનનાે સંપુર્ણ નાશ થયાે હાેવાનુ બતાવ્યું હતુ. ત્યારબાદ આચાર્યએ એવુ જણાવ્યું હતુ કે રૂપિયા 95 હજાર જાેતા હાેય તાે 5 હજાર આપવા પડશે. અને રૂપિયા 25 હજાર જાેતા હાેય તાે 2 હજાર આપવા પડશે. પરંતુ કેશુભાઇએ એક રૂપિયાે પણ આપવાનાે ઇનકાર કર્યાે હતાે. જેના કારણે આચાર્યએ સર્વેમા માત્ર આંશિક નુકશાન થયાનુ નાેંધી દીધુ હતુ.

સરકાર દ્વારા સહાય અપાય ત્યારે કેશુભાઇના ખાતામા માત્ર રૂપિયા 25 હજાર જમા થયા હતા. તેમણે આ અંગે ટીડીઓ સુધી રજુઆત કરી હતી પરંતુ કાેઇ તપાસ કરાઇ ન હતી. અહી સર્વેની ટીમે પુરતા ફાેર્મ પણ ઉપરી કચેરી સુધી પહાેંચાડયા ન હાેવાનાે આક્ષેપ થયાે છે. ખેડૂત કેશુભાઇએ સ્થાનિક શાળાના ભ્રષ્ટ આચાર્ય સામે યાેગ્ય પગલા લેવા માટે તેમજ પાેતાને પુરતુ વળતર આપવા માટે ખેડૂતે માગણી કરી છે.

તપાસ કરાવીશ: TDO
જાફરાબાદના ટીડીઓનાે આ મુદે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે આ અંગે અત્યારે તપાસ શરૂ કરાવુ છું. જે લાેકાે સહાયથી વંચિત છે તેને સહાય અપાવવાની કામગીરી હાલમા પણ ચાલુ છે.

વાત ઉપજાવી કાઢેલી છે: શાળાના આચાર્ય
સ્થાનિક સ્કુલના આચાર્ય યાેગેશ પટેલનાે આ અંગે સંપર્ક કરતા તેમણે માત્ર એટલુ જ જણાવ્યું હતુ કે આ વાત ઉપજાવી કાઢેલી છે. અને આ વાતમા કાેઇ તથ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...