મદદ:મોટા આગરિયામાં વાડીમાંથી ટ્રેકટર મારફત પ્રસુતાને હોસ્પિટલે ખસેડાઇ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108ની એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હતી પણ સ્ટાફ મહિલા સુધી પહોંચી ગયો

વરસાદની સિઝનમા રાજુલાના મોટા આગરીયા પંથકમા પાણીનો ભરાવો હોય વાડી વિસ્તારમા એક પ્રસુતા મહિલા સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય સ્ટાફે ટ્રેકટરની મદદ લઇ આ મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. રાજુલાના મોટા આગરીયામા વાડી વિસ્તારમા એક સગર્ભા શ્રમજીવી મહિલાને પ્રસુતિનો સમય થયો હોય 108ની ટીમની મદદ મંગાઇ હતી. જો કે વાડી વિસ્તારમા પાણી ભરાયા હોય 108 છેક સુધી પહોંચી શકે તેમ ન હતી. જેથી આ મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ટ્રેકટરની મદદ લેવામા આવી હતી.

108 સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતનભાઇ ગાધેએ જણાવ્યું હતુ કે રાત્રીના સમયે આ કોલ મળ્યો હતો. સકુબેન કાતરીયા નામની 23 વર્ષની આ મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલે ખસેડવી જરૂરી હતી. જેને પગલે આ મહિલાને ટ્રેકટરમા બેસાડી 108 એમ્બ્યુલન્સ સુધી લઇ જવાય હતી અને બાદમા તેને રાજુલા હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. આમ વિશમ સ્થિતિમા સ્ટાફે યોગ્ય નિર્ણય લઇ પ્રસુતાને હોસ્પિટલે ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...