ભારતીય કિસાન સંઘના પ્રમુખ વસંતભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં જુના પોલ ત્રાસા થઈ ગયેલ અથવા ભાંગી ગયેલા જે જુના પોલ હતા. તેના સ્થળેથી વિજ તંત્રએ અન્ય સ્થળે વિજપોલ ઉભા કર્યા છે. જેના કારણે ખેડૂતોમાં વિવાદ થઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. વાવાઝોડા બાદ મેન્ટેનશ કરવા આવેલ ટીમોએ સર્વિસોના સાંધા મારીને ખેડૂતોને જે વાડીનો પાવર ચાલુ કર્યો હતો. પરંતુ તુટી ગયેલા મીટરો હજુ તે જ પરિસ્થિતિમાં છે.
મીટર બંધ હાલતમાં છે. જેના કારણે ખેડૂતોને આડેધડ બીલ ફટકારવામાં આવે છે. ઉપરાંત બાબરા, વડીયા, કુંકાવાવ, બગસરા, લાઠી, લીલીયા, ધારી, જાફરાબાદ સહિતના વિસ્તારમાં વિજ લાઈન પરથી ઝાડી- ઝાંખરા હટાવાયા નથી. જેના કારણે પવન આવે ત્યારે વિજળી ગુલ થવાની સમસ્યા ઉભી થઈ રહી છે. જિલ્લામાં વિજ સમસ્યાનો હલ કરવા કિસાન સંઘે માંગણી કરી હતી. આ અંગે વિજ તંત્રના અધિક ઈજનેરે તમામ પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. આવેદનમાં કૌશિકભાઈ ગજેરા, ભાસ્કરભાઈ મેંદપરા અને બબાભાઈ વરૂ વિગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.