• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Population Of Kesari Lion, Which Is The Pride Of The Country, Is Increasing In The Coastal Area, Like The Lions, The Cold Climate Is Coming.

અમરેલીમાં સાવજોની સંખ્યા વધી:દેશની શાન ગણાતા કેસરી સિંહની દરિયાકાંઠા વિસ્તારમાં વધી રહી છે વસતી, સિંહોને માફક આવી રહ્યું છે ઠંડુ વાતાવરણ

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગની જવાબદારી આવતા દિવસોમાં વધશે
  • પૂનમ અવલોકન દરમિયાન સિંહોની સંખ્યા વધતા સરકાર સુધી આંકડાકીય માહિતી પહોંચી

દેશની શાન ગણાતા કેસરી સિંહ એક સમયે ગીર જંગલમાં હતા અને ત્યાં તેમનું એક સ્થળજ નિવાસ સ્થાન હતું. પરંતુ, કેટલાક વર્ષોથી આ સિંહો રેવન્યુ અને માનવ વસાહત ગ્રામ્ય વિસ્તારમાં વળ્યાં ત્યારબાદ સિંહોની સંખ્યા વધી રહી છે. રુલર વિસ્તાર માંથી હવે અત્યારે સૌથી વધુ સિંહોને દરિયાઈ બેલ્ટ વિસ્તાર પસંદ આવ્યો છે. જેના કારણે તેમની સંખ્યા અહીં જ વધી રહી છે. ખાસ કરી અમરેલી જિલ્લામાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અને ધારી ગીર પૂર્વ આ બંને ડિવિઝનને જોડતો જીલો છે. અહીં ધારી ગીર,ખાંભા,સાવરકુંડલા,લીલીયા,રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહોનો વસવાટ વર્ષોથી છે જેમાં વનવિભાગ દર વખતે પૂનમના દિવસે પૂનમ પેટ્રોલિંગ હોય છે તે અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે જેમાં તમામ અધિકારી ફોરેસ્ટ ટીમ દ્વાર પૂનમ અવલોક દરમ્યાન દરિયાઈ વિસ્તારમાં વધુ સિંહો હોવાની માહિતી મળી છે.

દરિયાઈ બેલ્ટમાં સિંહે નવું રહેઠાણ ઉભું કર્યું
ખાસ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, મહુવા અને ઉના આ આખા દરિયાકાંઠે હવે સિંહો નિવાસ સ્થાન ઉભુ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. અહીં અમરેલીના દરિયાકાંઠે જાફરાબાદના ધારાબંદર સુધી સિંહો રહે છે. પીપાવાવ પોર્ટ જેટી વિસ્તાર, વિકટર,ચાંચ બંદર કોવાયા,બાબરકોટ આ બધા ગામડા દરિયા કાંઠે આવેલા છે. સીધો દરિયો આવી જાય એવા ગામડા જયા સિંહોને હવે વાતાવરણ ઠંડક ભર્યું પસંદ આવ્યું છે. ઉપરાંત અહીં સિંહોને હેરાનગતિ નથી કોઈ પરેશાની નથી. સ્થાનીક લોકોનો સહકાર અને સિંહ પ્રત્યે ખૂબ લાગણીઓ ધરાવે છે જેના કારણે તેમનો ઉછેર હવે આ વિસ્તારમાં વધી રહ્યો છે.

સિંહોએ હવે નવા ઘરની પસંદગી કરી છે
​​​​​​​
સિંહો ભાવનગર જીલ્લાના મહુવા,અમરેલીના રાજુલા જાફરાબાદ પીપાવાવ અને ગીર સોમનાથના ઉના સહિત પોરબંદરના માધુપુર દરિયાકાંઠા સુધી ટેરેટરી વધારી દીધી છે. વનવિભાગની પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીં દિવસભર ઠંડુ વાતાવરણ અને પાણીના સ્ત્રોત વધુ છે. શિકાર પણ સમયે સમયે મળી રહે છે. સિંહોને તેમના ટેરેટરી એરિયામાં કોઈ મુશ્કેલી નથી જ્યારે સ્થાનીક લોકો પણ સિંહો માટે ખૂબ જાગૃત અને તેમને હેરાનગતિ ન થાય તે માટે લોકો પણ કાળજી રાખી રહ્યા છે.

સિંહની વસ્તી ગણતરીના સમયે વનવિભાગ સત્તાવાર રીતે જાહેર કરશે
સિંહની વસ્તી ગણતરીમાં સત્તાવાર રીતે રાજય સરકાર દ્વારા સિંહોના આંકડા જાહેર કરશે હાલમાં પૂનમ અવલોકન દરમ્યાન જે સંખ્યા વધી રહી છે તે તમામ માહિતી સરકાર સમક્ષ વનવિભાગ દ્વારા રજૂ કરી દેવાય છે. ત્યારે આવતા દિવસોમાં સરકાર અને વનવિભાગની જવાબદારી પણ વધી જશે.

સિંહબાળની સંખ્યા વધી રહી છે
પૂનમ અવલોકન દરમ્યાન સિંહોની સંખ્યા વધી છે તે જાણવા મળ્યું છે. પરંતુ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહ પરિવારના સિંહબાળને વધુ પસંદ આવે છે સિંહબાળનો ખુબ સારી રીતે ઉછેર પણ થઈરહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...