ફરજમાં રૂકાવટ:અરજીની તપાસમાં ગયેલા પોલીસ કર્મીને ગાળો આપી ઝપાઝપી કરી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે પોલીસ મથકે આવવાની ના પાડી ફરજમાં રૂકાવટ કરી

જાફરાબાદ તાલુકાના લુણસાપુરમા રહેતા એક યુવક વિરૂધ્ધ જાફરાબાદ પોલીસ મથકમા અરજી કરવામા આવી હોય જેની તપાસ માટે બે પોલીસકર્મીઓ તેના ઘરે જતા આ યુવકે પોલીસકર્મીને ગાળો આપી ઝપાઝપી કરી ફરજમા રૂકાવટ કરતા તેની સામે જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.

પોલીસકર્મી ધર્મેન્દ્રભાઇ જોરૂભાઇ વાળાએ જાફરાબાદ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે પોલીસ મથકમા તાલુકા પંચાયત સદસ્ય શિવરાજભાઇ ભેાજભાઇ કોટીલાએ અરજી કરી હોય તે અંગે પીઆઇ જે.જે.ચૌધરીએ સામેવાળાને પોલીસ મથકે લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરેલ હતો.

જેને પગલે પોલીસકર્મી ધર્મેન્દ્રભાઇ તેમજ હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ વરૂ સરકારી વાહન લઇને લુણસાપુરમા હરેશભાઇ સોમાતભાઇ બાળધીયાના ઘરે ગયા હતા અને તેને ઘર બહાર બોલાવ્યા હતા. જો કે હરેશભાઇએ ગાળો આપી ઝપાઝપી કરી કાઠલો પકડી લીધો હતો અને તમારા પટ્ટા ઉતરાવી નાખીશ તેવી ધમકી આપી હતી. અને ઝપાઝપી કરી ફરજમા રૂકાવટ કરી હતી. બનાવ અંગે પીઆઇ જે.જે.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...