તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજુલા તાલુકાના છતડીયા ગામે અાઠ-અાઠ લાેકાેનાે હત્યારાે અાેમ અાનંદગીરી નામ ધારણ કરી સાધુ તરીકે રહેતાે હાેવાનુ અને હરિયાણા પાેલીસે તેની ધરપકડ કર્યાનુ ખુલ્યા બાદ અમરેલી પાેલીસે પણ તેના મદદગારાે અંગે ઉંડી તપાસ શરૂ કરી છે. પાેલીસ અા શખ્સ અને અાશ્રમના બેંક અેકાઉન્ટની પણ તપાસ કરશે.હત્યારા અાેમ અાનંદગીરી ઉર્ફે સંજીવે રાજુલા પંથકમા થાેડા સમય પહેલા રૂપિયા અઢી કરેાડની જમીન પણ ખરીદી હાેવાની ચર્ચા ઉઠતા સ્થાનિક પાેલીસે તે દિશામા સઘન તપાસ શરૂ કરી છે.
અાઠ લાેકાેના હત્યારાને અહી છુપાઇને રહેવામા કાેણે કાેણે મદદ કરી હતી ? અાર્થિક મદદ કાેણ કરતુ હતુ વિગેરે મુદાઅાે પાેલીસ તપાસી રહી છે. જાે તેણે અઢી કરાેડની જમીન ખરીદી હતી તાે અા નાણા કયાંથી અાવ્યા ? અાશ્રમને કાેણે કાેણ રકમ અાપી હતી ? અાેમ અાનંદગીરીનાે વહિવટ કાેણ સંભાળતુ હતુ ? તથા અાશ્રમને મળેલી રકમ કયાં ખર્ચવામા અાવી હતી ? વિગેરે બાબતાે જાણવા પાેલીસ તેના બેંક અેકાઉન્ટની પણ તપાસ કરશે.
જાે કે હાલમા સરકારી કચેરીઅાેમા બે દિવસની રજા અાવી ગઇ છે. જેને પગલે જમીન ખરીદીના કાેઇ દસ્તાવેજ થયા છે કે કેમ ? તથા બેંક અેકાઉન્ટ અંગેની વિગતાે પાેલીસને મળી ન હતી. પરંતુ સાેમવારથી અા દિશામા તપાસ અાગળ વધશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.