કાર્યવાહી:રીક્ષાની ડેકીમાંથી રોકડની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 5500ની મતા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજુલામા ત્રણેક દિવસ પહેલા ઘર બહાર પડેલી એક રીક્ષાની ડેકીમાથી એક તસ્કર રોકડ રકમની ચોરી કરીને લઇ ગયો હતો. જેને પગલે રીક્ષા માલિકે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તસ્કરને ઝડપી લઇ મુદામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.રાજુલામા તત્વ જયોતિ વિસ્તારમા રહેતા પંકજભાઇ ગોરધનભાઇ સોલંકી પોતાની રીક્ષા નંબર જીજે 04 એટી 5014 ઘર બહાર સાફ સફાઇ કરતા હતા.

આ દરમિયાન રીક્ષાની ડેકીમા રાખેલ ભાડાના રૂપિયા 5500ની કોઇ તસ્કર ચોરી કરીને લઇ જતા તેણે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ એમ.એ.દેસાઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના બી.એમ.વાળા તથા બી.એચ.ચોવટીયા સહિત ટીમે તપાસ હાથ ધરી હતી.પોલીસે તત્વ જયોતિ વિસ્તારમા જ રહેતા દિલીપ ઉર્ફે ગલીડો મોહનભાઇ ચુડાસમા (ઉ.વ.21) નામના શખ્સને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...