ધારી તાલુકાના માણાવાવ ગામે ત્રણ ખેડૂતોની જમીન ખાલી કરાવવા માટે ગઇકાલે રાત્રે સાત શખ્સોએ મકાનો અને વાહનોમા તોડફોડ કરી હવામા છ રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટનામા આરોપીને પકડવા પોલીસે છ ટુકડીઓને કામે લગાડી છે.
40 પોલીસ કર્મચારીઓની બનેલી આ છ ટુકડીઓ હાલમા જુદાજુદા ગામડાઓમા કોમ્બીંગ કરી રહી છે. પોલીસવડા હિમકર સિંઘ અને સાવરકુંડલાના ડીવાયએસપી હરેશ વોરાની સુચનાથી ચલાલા પીએસઆઇ ગોહિલ, ધારીના સીપીઆઇ રાઠવા, ખાંભાના પીએસઆઇ ગઢવી, સાવરકુંડલા ટાઉન પીએસઆઇ સીસોદીયા, ધારીના પીએસઆઇ ભટ્ટ તથા સાવરકુંડલા રૂરલ પીએસઆઇ ગોહિલ આ જુદીજુદી છ ટુકડીનુ નેતૃત્વ કરી રહ્યાં છે. ધારી, ચલાલા, જેતપુર, દેરડી વિગેરે ગામમા તપાસ લંબાવાઇ છે.
બીજી તરફ બનાવના સ્થળેથી પોલીસને ફાયરીંગ પછીના ખાલી કારતુસ મળી આવ્યા હતા. હરદીપ વાળાનો ઇતિહાસ પણ ગુનાથી ખરડાયેલો છે. બીજી તરફ પોલીસે ઘેલુ નનકુ વાળાની વાડીએ રેઇડ કરતા અહી વિજ કંપનીનુ ગેરકાયદે કનેકશન હોવાનુ જણાયુ હતુ. જેને પગલે ચલાલા વિજ કંપનીના સ્ટાફે અહી આવી મીટર કબજે લઇ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ માથાભારે શખ્સોથી લોકોમા કોઇ ડર ન રહે તે માટે પોલીસે માણાવાવ ગામમા ફલેગમાર્ચ પણ યોજી હતી. અને ફરિયાદી ખેડૂતોના ઘરે પુરતેા બંદોબસ્ત પણ ગોઠવવામા આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.