તપાસ:ઉછીના પૈસા ના આપતા શખ્સ બાળકના હાથમાંથી મોબાઇલ લઇ નાસી છૂટ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચલાલાના વૃદ્ધને હું તમારો સંબંધી છું તેમ કહી ઘરમાં ઘુસ્યો હતો

ચલાલામા સાટોડીપરામા જાળવાળી શેરીમા રહેતા એક વૃધ્ધાના ઘરમા અજાણ્યો યુવક ઘુસ્યો હતો અને હું તમારો સંબંધી છુ કહી ઉછીના પૈસા માંગ્યા હતા. જો કે વૃધ્ધાએ પૈસા નથી કહી પાણી લેવા ગયા હતા ત્યારે અહી એક બાળક મોબાઇલથી રમતો હોય મોબાઇલ ઝુંટવી આ યુવક નાસી ગયો હતો.

અહીના સાટોડીપરામા રહેતા હસમુખભાઇ મનસુખભાઇ કાથરોટીયાએ ચલાલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ એગ્રોનો ધંધો કરે છે. ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે તેમના ઘરે એક અજાણ્યો યુવક આવ્યો હતો અને તેના મોટા બા ચંપાબેન બાબુભાઇ કાથરોટીયાને કહેલ કે હું બાજુમા મહેમાન આવ્યો છું. જેથી ચંપાબેને કહેલ કે આ ઘર મારૂ નથી બાજુનુ ઘર મારૂ છે તમે ઘરે આવો જેથી આ યુવક તેના ઘરે ગયો હતો.

ચંપાબેનને આ યુવકે કહેલ કે હું તમારા મામાના દીકરાનો દીકરો દીતલા ગામથી આવુ છું. જેથી ચા પાણીનુ કહેલ. આ યુવકે પ્રથમ બે હજાર રૂપિયાની જરૂર છે કહી પૈસા માંગ્યા હતા. જો કે ચંપાબેને મારી પાસે પૈસા નથી કહ્યું હતુ. આ દરમિયાન હસમુખભાઇનો ત્રણ વર્ષનેા દીકરો મોબાઇલ રમતો હોય જેથી આ યુવકે મોબાઇલ જોવો છે કહી લઇને નાસી ગયો હતો. બાદમા પરિવારજનોએ આ યુવકની શોધખોળ આદરી હતી. પરંતુ કયાંય મળ્યો ન હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.વી.ચુડાસમા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...