ધરપકડ:નાગેશ્રીના યુવાન પર ખુની હુમલો કરનાર કુંડલાનો શખ્સ ઝડપાયો

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠ શખ્સોના ટોળાએ મુરઘી વેચવાના ડખ્ખામાં હત્યાની કોશિષ કરી હતી

નાગેશ્રીના ટીંબી ગામે ચાર માસ પહેલા મુરઘી વેચવાના ધંધા બાબતે આઠ શખ્સોના ટોળાએ અહીના યુવાન પર ઘાતક હથિયારથી ખુની હુમલો કરી હત્યાની કોશિષના ગુનામા પોલીસે સાવરકુંડલાના શખ્સને ઝડપી લીધો છે.

આજે હત્યાની કોશિષના આ ગુનામા સાવરકુંડલામા ભુવા રોડ પર રહેતા અજય વિઠ્ઠલભાઇ ઉનાવા (ઉ.વ.25) નામના યુવકની ધરપકડ કરવામા આવી હતી. સાવરકુંડલા ડીવાયએસપી એચ.બી.વોરાની સુચનાથી સાવરકુંડલા ટાઉન પીઆઇ એસ.એમ.સોની અને સર્વેલન્સ ટીમના એએસઆઇ એચ.પી.ગોહિલ, પિયુષભાઇ નટવરલાલ વિગેરેની ટીમે અજય ઉનાવાની ધરપકડ કરી હતી. નાગેશ્રીના ટીંબીમા નુરમહંમદ અબ્દુલભાઇ ગુલામહુસેન પર અહીના અબ્બાસ અબુ સંધી, સાવરકુંડલાના ઇકબાલ આદમ વિગેરે આઠ શખ્સોના ટોળાએ પાઇપ, ત્રિકમ અને ટી વડે હુમલો કરી તેમના સહિત બે વ્યકિતને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આ કેસમા અજય વિઠ્ઠલ ઉનાવાનુ પણ નામ ખુલતા સાવરકુંડલા પોલીસે તેને ઝડપી લઇ નાગેશ્રી પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...