રાયફલના પાર્ટસ કયાંક ગુમ:ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનની રાયફલના પાર્ટસ ગુમ થયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાયફલનું ગેસ પ્લગ, પીશટન રેાડ અને પીશટન સ્પ્રીંગ કયાંક પડી ગયા

અમરેલી |અમરેલી જિલ્લામા વિધાનસભા ચુંટણીને લઇને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે રાજુલાના સમઢીયાળામા ચુંટણી બંદોબસ્તમા આવેલા એક જવાનની રાયફલના પાર્ટસ કયાંક ગુમ થઇ જતા આ અંગે મરીન પીપાવાવ પેાલીસ મથકમા જાણ કરાઇ છે.

રાયફલના પાર્ટસ ગુમ થયાની આ ઘટના રાજુલાના સમઢીયાળામા બની હતી. અહી ચુંટણી બંદોબસ્તમા આવેલ નાસર મહમદહનીફ અહમદ નામના એક જવાનની રાયફલ એસએલઆર બટ નંબર 79 તથા રજીસ્ટ્રેશન નંબર 16256954ના રાયફલનુ ગેસ પ્લગ, પીશટન રોડ તથા પીશટન સ્પ્રીંગ કયાંય જોવામા આવ્યું ન હતુ. તેની જાણ બહાર કોઇપણ રીતે કયાંક પડી ગયુ હોય તેણે મરીન પીપાવાવ પોલીસ મથકમા જાણ કરી હતી. પીએસઆઇ ડી.બી.મજીઠીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...