ગ્રામજનોમાં ભય:દીપડો વનતંત્રને ચકમો આપી સીમમાં નાસી ગયો, ગામમાં 2 પાંજરા યથાવત

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
દીપડાને પકડવા રેસ્ક્યુ ટીમ ઘરની દીવાલો પર ચઢી - Divya Bhaskar
દીપડાને પકડવા રેસ્ક્યુ ટીમ ઘરની દીવાલો પર ચઢી
  • સાજીયાવદરમાં વધુ બે દીપડા પકડવા લીલિયાથી વધારાનો સ્ટાફ બોલાવાયો

અમરેલી તાલુકાના સાજીયાવદરમા ચાર દીપડા ગામમા ઘુસી ગયા હતા. વનતંત્રએ હજુ બે દીપડાને પાંજરે પુર્યા છે. ગઇકાલે રાત્રે એક દીપડો ઘરમા ઘુસી ગયો હતો પરંતુ વનતંત્રને ચકમો આપી સીમમા નાસી ગયો હતો. હવે આ બંને દીપડાને પકડવા લીલીયાથી વધારાનો સ્ટાફ બોલાવાયો છે.

સાજીયાવદરમા ચાર દિવસથી ગામમા ઘુસી આવેલા દીપડાના ત્રાસથી લોકોમા ભય જોવા મળી રહ્યો છે. વનતંત્રએ અત્યાર સુધીમા બે દીપડાને રેસ્કયુ કરી પાંજરે પુરી જંગલમા મુકત કરી દીધા છે. જો કે હજુ બે દીપડા ગામમા આંટાફેરા મારી રહ્યાં છે. વનતંત્ર દ્વારા હજુ પણ અહી દીપડાને પકડવા રેસ્કયુ ઓપરેશન શરૂ રખાયુ છે.

ગતરાત્રીના એક દીપડો ઘરમા ઘુસી ગયો હતો. રેસ્કયુ ટીમના સભ્યો ઘરની દિવાલો પર લાકડી લઇને ઉભા રહી ગયા હતા. જો કે આ દીપડો ઘરની ગમાણમા ઘુસી ગયો હતો. રેસ્કયુ ટીમ દીપડાને ટ્રાન્કવેલાઇઝ કરવામા સફળ રહી ન હતી. જેને પગલે ફરી આ દીપડો ચકમો આપી સીમમા નાસી છુટયો હતો. હજુ ગામમા બે પાંજરે યથાવત રાખવામા આવ્યા છે. આ ઉપરાંત લીલીયાથી વધારાનો સ્ટાફ પણ બોલાવી લેવામા આવ્યો છે.

2 દીપડા ગામમાં ફરતા હોય ગ્રામજનોમાં ભય
વનતંત્રએ હજુ બે દીપડાને જ પાંજરે પુર્યા હોય અને હજુ બે દીપડા ખુલ્લા ફરતા હોય ગ્રામજનોમા પણ ભય જોવા મળી રહ્યો છે. સાંજ પડતા ગ્રામજનોને પણ ઘરમા પુરાઇ જવાની ફરજ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...