લોકોમાં ભયનો માહોલ:વન વિભાગના ખંઢેર ક્વાર્ટરમાં દીપડો ઘૂસ્યો

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાફરાબાદના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
  • નિવૃત સરકારી કર્મચારીની વન વિભાગને રજૂઆત

જાફરાબાદમાં વન તંત્રના ક્વાર્ટર ખંઢેર હાલતમાં છે. અહી છેલ્લા આઠ દિવસથી દીપડો આંટાફેરા મારી રહ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અહી પાંજરૂ મુકી દીપડાને પકડવા નિવૃત સરકારી કર્મચારીઓએ વન વિભાગને પત્ર લખી રજૂઆત કરી હતી.નિવૃત સરકારી કર્મચારી અજીતભાઈ સૈયદે જણાવ્યું હતું કે જાફરાબાદ શહેરની વચ્ચે સામાજીક વનીકરણ વિભાગની કચેરી અને ક્વાર્ટર ખંડેર હાલતમાં છે.

અહી છેલ્લા આઠ દિવસથી દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેના કારણે સ્થાનિક લોકો ભય અનુભવી રહ્યા છે. ત્યારે દીપડાને પકડવા માટે તેમણે વન વિભાગ પાંજરૂ મુકે તેવી માંગણી કરી હતી. બીજી તરફ તેમણે વન વિભાગની કચેરીઓમાં સફાઈ કરવા અને અહી ખાલી પડેલ આરએફઓની જગ્યા પર સ્ટાફની નિમણૂંક કરવા પણ પત્ર લખી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...