તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વાંકિયામાં ગાળાે બાેલવાની ના પાડતા 4 શખ્સે વૃદ્ધાને માર માર્યાે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી
  • પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

અમરેલી તાલુકાના વાંકીયામા રહેતા અેક વૃધ્ધાઅે ગાળાે બાેલવાની ના પાડતા ચાર શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. વૃધ્ધાને મારમાર્યાની અા ઘટના અમરેલીના વાંકીયામા બની હતી.

અહી રહેતા રસીલાબેન ભનુભાઇ વડેચા (ઉ.વ.60) નામના વૃધ્ધાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે દિનેશભાઇ કુરજીભાઇ જુવાદરીયા બજારમા ગાળાે બાેલતા હાેય જેથી ગાળાે બાેલવાની ના પાડતા દિનેશભાઇ તેમજ કનુભાઇ, મુકેશભાઇ, સાગરભાઇ નામના શખ્સાેઅે તેની દુકાને અાવી લાફા ઝીંકી દીધા હતા અને મારમારી ધમકી અાપી હતી.

જયારે દિનેશભાઇ કુરજીભાઇ જુવાદરીયાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મુકેશ રવજીભાઇ, મેહુલ કિશાેરભાઇ, ગાૈરવ હકાભાઇ અને વિશાલ ભનુભાઇઅે ઢીકાપાટુનાે મારમારી લાકડી વડે ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની હેડ કાેન્સ્ટેબલ અેન.બી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...