કાર્યવાહી:ખેતરમાંથી કોને પુછીને માટી કાઢી કહેતાં વૃદ્ધ પર ખપાળી વડે હુમલો

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સોએ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી

ખાંભા તાલુકાના વાંગધ્રામા રહેતા એક વૃધ્ધને અહી જ રહેતા ત્રણ શખ્સોએ ખેતરમાથી માટી ઉપાડી હોય વૃધ્ધે તેમને પુછતા બોલાચાલી કરી ખપાળી વડે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

વૃધ્ધ પર હુમલાની આ ઘટના ખાંભાના વાંગધ્રામા બની હતી. અહી રહેતા વાલજીભાઇ જાદવભાઇ વેકરીયા (ઉ.વ.71) નામના વૃધ્ધે ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા ત્યારે તેમના ખેતરમાથી માટી ઉપાડેલી હોય જેથી તેમણે કોને પુછીને માટી ઉપાડી તેમ કહેતા રવજી લખમણભાઇ વેકરીયા, હરજીભાઇ તેમજ ભદ્રેશભાઇએ તેમની સાથે બોલાચાલી કરી હતી.

રવજીભાઇએ કહ્યું હતુ કે ખેતરમાથી માટી લેવી જ છે તેમજ હરજીભાઇ અને ભદ્રેશભાઇએ પણ ત્યાં ધસી આવી બોલાચાલી કરી ખપાળી વડે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ડી.એ.સોલંકી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...