તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:રાજુલામાં વૃદ્ધે 72માં જન્મદિવસે 72 વૃક્ષ વાવી તેના ઉછેરનો સંકલ્પ કર્યો

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ બચાવવા વધુને વધુ વૃક્ષાે વાવી તેનું જતન કરવા યુવાનાેને સંદેશ પાઠવ્યાે

રાજુલામા રહેતા 72 વર્ષીય સેવાભાવી વૃધ્ધે પાેતાના 72મા જન્મદિનની અનાેખી ઉજવણી કરી 72 વૃક્ષાેનુ રાેપણ કર્યુ હતુ. તેમણે કુદરતી આફતાેને અટકાવવા વધુમા વધુ વૃક્ષાે વાવવા અને જાળવણી કરવા યુવાનાેને પ્રેરણા પુરી પાડી હતી.

રાજુલા જાફરાબાદ તાલુકામા વાવાઝાેડામા માેટી સંખ્યામા વૃક્ષાેનુ નિકંદન નીકળી ગયુ હતુ. કુદરતી આફતાેને અટકાવવા માનવી લાચાર છે પરંતુ પર્યાવરણને અને વૃક્ષાેને ફરી નવપલ્લવિત કરવાના પ્રયત્નાે કરવામા માનવી લાચાર નથી તેવા ઉદેશથી અહીના 72 વર્ષીય સેવાભાવી બીપીનભાઇ લહેરીએ પાેતાના 72મા જન્મદિન નિમીતે અહીની જે.એ.સંઘવી હાઇસ્કુલમા પટાંગણમા 72 વૃક્ષાેનુ રાેપણ કર્યુ હતુ. તેઓ આ ઉંમરે પણ લાેક ઉપયાેગી કાર્યમા હંમેશા તત્પર રહે છે.

તેમણે પર્યાવરણને બચાવવા વધુમા વધુ વૃક્ષાે વાવવા અને તેનુ જતન કરવા લાેકાેને અનુરાેધ કર્યાે હતાે. આ પ્રસંગે ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, શાળાના આચાર્ય જે.એમ.વાઘ સહિત આગેવાનાે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા પર્યાવરણપ્રેમી વિપુલભાઇ લહેરી દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...