તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લીલિયાના અેકલેરામાં વૃદ્ધ પર પાણી નાખી માર માર્યાે

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉશ્કેરાઇ જઇ મારી નાખવાની ધમકી પણ અાપી

લીલીયા તાલુકાના અેકલેરામા રહેતા અેક વૃધ્ધ પર અહી જ રહેતા અેક યુવકે પાણી નાખી બાેલાચાલી કરી મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

વૃધ્ધને મારમાર્યાની અા ઘટના લીલીયાના અેકલેરામા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા ભુરાભાઇ ધરમશીભાઇ ગાેગદાણી (ઉ.વ.92) નામના વૃધ્ધે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે હિમત હંસરાજભાઇ ગાેગદાણીઅે તેના પર પાણી નાખ્યું હતુ. જેથી તેને પાણી નાખવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયાે હતાે અને ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અા ઉપરાંત હિમતે તેને હવે હાથમા અાવ્યાે તાે ડાેકનાે નઢીયાે દબાવીને મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેસ.અે.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો