અમરેલી મર્ડર કેસ:આશ્રમની જગ્યા જોઇતી હોવાથી સેવકે જ સાધ્વીની છરાના ઘા ઝીંકી હત્યા કરી હતી

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખાખબાઇમાં આશ્રમની જગ્યા આપવાની ના પાડતા દિવાળી પર સેવક આશ્રમ છાેડી જતાે રહ્યાે હતાે

રાજુલાના ખાખબાઇ ગામે અાેમ નારાયણના નામે ચામુંડા અાશ્રમ ચલાવતા રેખાબેન ગાેવિંદભાઇ મેર નામના સાધ્વીની ગઇ સાંજે થયેલી ઘાતકી હત્યામા અાશ્રમમા જ રહેતા ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામના સેવક અરવિંદ ઉર્ફે નકા ગાેબરભાઇ ડાભીનુ નામ ખુલ્યુ છે. અા શખ્સ પણ સાધ્વી સાથે રહી અાશ્રમમા સેવા પુજાનુ કામ કરતાે હતાે. અહી મંદિરનુ કામ શરૂ હાેય હત્યારાે નકા ડાભી અને સાધ્વી રેખાબેન બંને સાથે ફાળાે ઉઘરાવવા જતા હતા. ત્યારબાદ થાેડા દિવસ પહેલા નકા ડાભીઅે અાશ્રમની જગ્યા માંગી હતી પરંતુ રેખાબેને તે અાપવાની ના પાડી હતી.

જેને પગલે નકાે દિવાળી પહેલા જગ્યા બાબતે માથાકુટ કરી અાશ્રમ મુકી જતાે રહ્યાે હતાે.દરમિયાન ગઇકાલે સાધ્વી રેખાબેન અહી ફરજામા ગાયનુ દુધ દાેહવા ગયા હતા તે સમયે નકાે ડાભી હાથમા માેટાે છરાે લઇ ત્યાં ધસી અાવ્યાે હતાે અને સાધ્વીના વાળ પકડી અાડેધડ છરીના ઘા ઝીંકવા લાગ્યાે હતાે. તેમણે સાધ્વીના શરીર પર અસંખ્ય ઘા ઝીંકી નાસી છુટયાે હતાે. પરિણામે તેમનુ ઘટના સ્થળે જ માેત થયુ હતુ. બનાવને પગલે મૃતક રેખાબેનના ખાખબાઇ ગામે રહેતા બહેન મધુબેન ભાવેશભાઇ મકવાણાઅે અરવિંદ ઉર્ફે નકા ડાભી સામે પાેતાની બહેનની હત્યા કરવા સબબ ફરિયાદ નાેંધાવી હતી.

અપરિણીત હતા સાધ્વી રેખાબેન
મધુબેન મકવાણાઅે ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે છ બહેન અને ચાર ભાઇ છે. જે પૈકી રેખાબેન અપરિણિત હતા. અને છેલ્લા 20 વર્ષથી સાધ્વી જીવન જીવતા હતા. ગઇકાલે બપાેરે તેઅાે ગામમા પાેતાના ઘરે જમવા અાવ્યા હતા. અને સાંજે ફરી અાશ્રમ પર જતા હત્યા થઇ ગઇ હતી.

માેટા બહેનની નજર સામે જ થઇ હત્યા
સાંજે દુધ દાેહવા માટે રેખાબેન પાેતાના માેટા બહેન મધુબેન સાથે અાશ્રમે ગયા હતા. તે સમયે નકા ડાભીઅે ધસી અાવી રેખાબેનને છરાથી રહેંસી નાખ્યા હતા. મધુબેને અહીથી નાસી જઇ અાસપાસમાથી લાેકાે અેકઠા કર્યા હતા અને અાશ્રમ પર પરત પહાેંચતા નકાે ડાભી હત્યા કરી નાસી ગયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...