અમરેલી જિલ્લામાં આજે કોરોનાના 23 કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે નવા કેસમાં અમરેલીમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી રહી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે.
જિલ્લામાં આજે નવા નોંધાયેલા કેસમાં અમરેલીમાં 10, બાબરા 1, બગસરા 2, ધારી 3, ખાભા 2, કુકાવાવ 2, લાઠી 1 તેમજ સાવરકુડલામાં 2 કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં આજે 6938 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં 1989302 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 546 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થઈ છે.
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં રવિવારે 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાય હતા. જ્યારે ધારાસભ્ય પ્રતાપ દુધાતનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે ધારાસભ્ય અંબરીશ ડેરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને કામગીરી નિહાળી હતી. છે
અમરેલી જિલ્લામા કોરોના અજગર ફુંફાડા મારી રહ્યો છે. અહી રોજબરોજ પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે 21 પોઝિટિવ કેસ આવ્યા હતા. જ્યારે રવિવારે અમરેલી જિલ્લામા વધુ 16 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આમ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે.
સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમરેલી શહેરમા જોવા મળી રહી છે. કારણ કે રવિવારે આવેલા 16 કેસ પૈકી 11 કેસ અમરેલી શહેરમા આવ્યા હતા. આ ઉપરાંત સાવરકુંડલામા 3 કેસ અને લાઠી તથા ધારીમા 1-1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. રવિવારના દિવસ હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા આજે પુરતી સંખ્યામા ટેસ્ટ પણ કરાયા ન હતા. દરરોજ સામાન્ય રીતે અઢી હજાર જેટલા સેમ્પલ લેવામા આવે છે, પરંતુ આજે માત્ર 662 સેમ્પલ લેવામા આવ્યા હતા. અમરેલી શહેરમા લેવાયેલા 90માથી 11 સેમ્પલમા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
દરમિયાન સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ તાજેતરમા એક લગ્ન પ્રસંગમા હાજરી આપવા સુરતથી ગોવા ગયા હતા. હાલમા તેમને સુરત ખાતેના પોતાના નિવાસ સ્થાને આઇસોલેટ કરવામા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોનાની બીજી લહેર વખતે ધારાસભ્ય જે.વી.કાકડીયા અને અંબરીશ ડેર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.