તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Number Of Patients At Rajula's Kovid Hospital In Amreli District Has Come Down, Now Only 31 Patients Are Receiving Treatment.

કોરોનાથી રાહત:અમરેલી જિલ્લાના રાજુલાની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી, હવે 31 દર્દીઓ જ લઇ રહ્યાં છે સારવાર

અમરેલી3 મહિનો પહેલા

કોરોના સંક્રમણની બીજી લહેર સમગ્ર રાજ્ય માટે ભયાવહ રહી છે. અમરેલી જિલ્લામાં પણ બીજી લહેરમાં કોરોનાના અનેક કેસો નોંધાયા છે અને ઘણા દર્દીઓના મોત થયા છે. જોકે હવે સ્થિતિ મહદઅંશે સામાન્ય થઇ રહી હોય તેમ જિલ્લાના રાજુલા પંથક માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. રાજુલાની જનર હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી 50 બેડની કોવિડ હોસ્પિટલ એક સમયે દર્દીઓથી ફૂલ રહેતી હતી પરંતુ હવે 31 દર્દીઓ જ સારવાર લઇ રહ્યા હોવાથી તબીબી સ્ટાફે રાહતનો શ્વાસ લીધો છે.

ડો.મેઘના જોશી પણ કોરોના દર્દીને હકારાત્મક માર્ગદર્શન આપે છે કોરોના દર્દી હોસ્પિટલમાં દાખલ થયા છે, ત્યારે ઘણા દર્દી પ્રથમ તો કોરોના વોર્ડના દ્રશ્યો જોઇને ભયના માહોલમાં હોય છે. ત્યારે ડો. મેઘના જોષી કોરોનાનો દર્દી જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે કોરોનાના દર્દીને સતત હકારાત્મક માર્ગદર્શન આપે છે અને ભય દૂર કરવા સતત પ્રયત્ન કરે છે. જેથી દર્દીને પરણ ઘણી રાહત મળે છે. નર્સિંગ સ્ટાફ ઓછો હોવાના કારણે અન્ય કામગીરી પણ જાતે કરે છે.

અત્યારે કોરોના દર્દીમાં ઘણો બધો ઘટાડો છે :અધિક્ષક પ્રશાંત રાબડીયા રાજુલા હોસ્પિટલના અધિક્ષક પ્રશાંત રાબડિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અત્યારની સ્થિતિ ખૂબ સારી છે. વચ્ચે તો 70થી વધુનો કોરોના દર્દીનો આંકડો હતો. દરરોજ 6 જેટલા મોત થતા હતા. અત્યારે 1 દિવસે એક-બે મોત હોય છે. પહેલા કરતા ઘણું સારુ છે. પોઝિટિવ કેસ ઘટા છે. વચ્ચે અન્ય શહેરોમાંથી પણ લોકો અહીં આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...