તપાસની માંગણી:ભટવદરમાં નવા ઉભા કરેલ વિજ પોલ સામાન્ય વરસાદમાં ધરાશાયી

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યો

જાફરાબાદના ભટવદરમાં વાવાઝોડા બાદ નવા ઉભા કરેલ વિજપોલ સામાન્ય વરસાદમાં જ જમીનદોસ્ત થયા હતા. અને સમગ્ર ગામમાં ફરી વખત અંધારપટ્ટ છવાયો હતો. સરપંચે વિજપોલની કામગીરીમાં ભષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરી વીજ તંત્ર પાસે તપાસની માંગણી કરી હતી.

ભટવદરમાં વાવાઝોડાના કારણે વિજપોલ ધરાશાયી થયા હતા. જેના કારણે લાંબા સમય સુધી ગામમાં વીજળી ગુલ હતી. પીજીવીસીએલે ગામમાં વાવાઝોડામાં પડી ગયેલા વીજપોલ નવા ઉભા કરી વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો. પણ ભટવદરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે 4 જેટલા વિજપોલ ફરી જમીનદોસ્ત થયા હતા.

સરપંચ અનિરૂદ્ધભાઇ વાળાએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં જો વિજપોલ ધરાશાયી થઈ રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં 3 થી 4 ઇંચ વરસાદમાં ગામમાં મોટાભાગના વિજપોલ પડી જશે. તેવી લોકોને દહેશત છે.

અત્યારે 4 જેટલા વિજપોલ પડી ગયા છે. જેના કારણે સમગ્ર ગામમાં ફરી વખત અંધકાર થયો છે. તેવા સમયે વીજતંત્ર વિજપોલ નવા નાખવાની કામગીરીમાં યોગ્ય તપાસ કરી ભષ્ટાચાર બહાર લાવે તેવી સમગ્ર ગામની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...