લોકોમાં ખુશીનો માહોલ:વડિયામાં નવનિયુક્ત સરપંચે 25 વર્ષથી બંધ બગીચો કાર્યરત કરાવ્યો

વડીયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગીચામાં હિંચકા, લપસણી, લાઇટો, ચક્કરડી ફિટ કરાઇ
  • બાળકો ખુશ, લોકોને એક ફરવા લાયક સ્થળ મળ્યું

વડીયામા એક માત્ર બગીચો પાછલા 25 વર્ષથી બંધ હાલતમા હોય નવનિયુકત સરપંચ દ્વારા ફરી આ બગીચો કાર્યરત કરાવવામા આવતા બાળકો ખુશખુશાલ બન્યાં છે.વડિયા સુરગપરા વિસ્તારમાં આવેલ ગેઈટ પાસેનો બગીચો સમારકામના અભાવે છેલ્લા 25 વર્ષથી બંધ હાલતમાં જોવા મળતો હતો. જેને વડિયા સરપંચ મનિષ ઢોલરીયા દ્વારા લોક ફાળો કરી ફરીથી શરૂ કરતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

શહેરમાં નાના બાળકોને ભુલકાઓને રમવા લાયક સ્થળ એક પણ ન હતું. ત્યારે નવનિયુક્ત સરપંચ મનિષ ઢોલરીયાને બાળકો પ્રત્યે એક સવાલ ઉદભવ્યો અને વડિયાના સોશ્યલ મિડીયાના ગૃપમા એક મેસેજ શરૂ કર્યો કે વડિયા શહેરમાં જુનો બગીચો છે જે બંધ હાલતમાં છે તે ફરી શરૂ થાય એ માટે ગામના આગેવાનો આગળ આવી લોક ફાળો કરે.

ત્યારે વડિયા શહેરનાં દાતાઓએ તુરંત લોક ફાળો કરી બગીચો ફરી ધમધમતો કરવામાં મદદરૂપ થયા અને આજે બગીચામાં હીંચકા, ચકકરડી લપસીયા, નવા નાખી રંગબેરંગી લાઈટો ફીટ કરી બગીચાનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે નાના નાના બાળકો કીલ્લોલ કરવા લાગ્યા છે. અને લોકોને પણ એક ફરવા લાયક સ્થળ મળી ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...